________________
મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. રણ સંગ્રામ સિવાય પ્રાણાન્ત પણ મનુષ્યવધ ન કરે તેવી પ્રતિજ્ઞા તેણે લીધી હતી” આ વાક્યજ રૂદ્રદામા ક્ષત્રપ કરતાં સમ્રાટ સંપ્રતિને વધારે બંધબેસતું થઈ પડે છે જે પ્રજામાંથી તે ઉતરી આવ્યો હતો. તેવી ક્રૂર અને ઘાતકી સ્વભાવવાળી અનાર્ય જાતિની કોઈ વ્યક્તિનું હૃદય હિંદમાં થોડા વર્ષના વસવાટથી આવી અનુકંપા ધરાવતું થઈ જાય એમ બનવા ગ્ય છે ખરું?
પ્રા. ભા. ૨/૩૯૫ અહિંસા ધર્મ પાલન કરનાર પણ ક્ષત્રિયવટને ભૂલાવી દે તેવાં તેમજ આશ્ચર્યમાં ગરકાવ કરે તેવાં કાર્યો કરીને, રાજપાટ પણ લાવી શકે છે તેનાં દષ્ટાંતરૂપ આ ચકણને આખો ક્ષત્રપ વંશ કહી શકાશે.
પ્રા. ભા. ૩/૩૯૪. આવી રીતે પોતાને ઈષ્ટ લાગે તેમ ઈતિહાસને વાળવામાં ઈતિહાસનું રક્ષણ કરે છે કે ઈતિહાસને દ્રોહ કરે છે તે સુજ્ઞજન સ્વયં સમજી શકે તેમ છે. પોતાની કલ્પનાને અનુકૂળ થાય માટે કેઈને વખાણું મૂકો કે ભાંડવા માંડવું એથી ઈતિહાસમાં કેટલી વિકૃતિ પેદા થાય છે ? જો કે તેથી ઈતિહાસમાં તે કશુ સુધરતું બગડતું નથી પણ લેકેને ભ્રાંતિમાં નાખવાનો આ અતિનિંદ્ય પ્રયાસ છે.
તેમના સિવાય બીજા ઐતિહાસિક પુરુષોએ એ પ્રશસ્તિને વાંચવામાં ને અર્થ કરવામાં ઘણી ગેરસમજૂતી કરી છે ને ઘણું અર્થને મારી નાખ્યો છે એમ લખવાનું સાહસ કરતાં જણાવે છે કે
આ સુદર્શન તળાવની પ્રશસ્તિના ઉકેલમાં અને અર્થ કરવામાં જે ગેરસમજુતિઓ થવા પામી છે.......
પ્રા. ભા. ૩/૨૮૬. - તે પ્રશસ્તિના વાચન-ઉકેલનો જે ગેરસમજુતિ ભરેલ અર્થ કરવામાં આવ્યો છે તેથી કેટલેક ઈતિહાસ માર્યો ગયો છે,
પ્રા. ભા. ૩/૩૯૫ પ્રશસ્તિ અનર્થ એટલે “પ્રાચીન ભારતવર્ષ ' પુસ્તકના લેખકે કર્યો છે તેને થોડા અંશે પણ કઈ ઈતિહાસકારે ઇરાદાપૂર્વક કર્યો નથી. “ચેર કોટવાલને દંડે ” ની નીતિ અખત્યાર કરી લેખક કોને કોને ભાંડવા નિકળ્યા છે ? પિતાને અનર્થો કરવા છે અને બીજાને ભાંડવા નિકળવું છે. પ્રશસ્તિને અર્થ જે કાંઈ કરવામાં આવ્યો છે તેથી કશે ઈતિહાસ માર્યો ગયે નથી. પણ પિતાની કલ્પના પ્રમાણે પ્રશસ્તિ બેલતી નથી એથી પ્રશસ્તિ કે ઈતિહાસકારેને દોષિત ગણવા કરતાં પોતાની કલ્પનાને જ દૂષિત ગણવી વ્યાજબી છે, ને તેમાં જ પ્રામાણિકતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com