Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 93
________________ પિકળ વિધાનને પ્રતિવાદ. લખાણ છે, રાજગુરૂનું નથી. વળી વિષ્ણુગુપ્ત નહીં પણ વૈશ્ય પુષ્યગુપ્ત છે. વળી ચંદ્રગુપ્ત અને ક્ષત્રપોના ધર્મ સંબંધી પ્રશસ્તિને પૂરાવા રૂપે રજુ કરતા લખે છે કે – ચંદ્રગુપ્ત સમ્રાટ પોતે જૈન ધમી હતા. તેમ તેમના રાજગુરૂ-ચાણક્યજી પણ જૈન ધમીંજ હતા. આ બાબતમાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પોતેજ અખંડનીય અને અતૂટ પૂરા ગણી શકાય તેમ છે. પ્રા. ભા. ૨/૧૮૫. ચકણવંશી ક્ષત્રપ જૈનધર્મ પાળતા હતા તેના એક બીજા પુરાવામાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પણ લેખી શકાશે. પ્રા. ભા. ૩/૩૫. ચંદ્રગુપ્ત કયા ધર્મનો હતું કે ચાણક્ય કયા ધર્મના હતા તેની ચર્ચામાં હું અહીં ઉતરવા માગતા નથી, ક્ષત્રપનો ધર્મ કર્યો હોવો જોઈએ તે મેં આ પુસ્તકમાં “ક્ષત્રપિનો ધર્મ ” નામના પ્રકરણમાં પ્રમાણપૂર્વક ચર્ચા કરી છે, પરંતુ તે બધાનો ધર્મ છે હતો તે પ્રશસ્તિથી સાબીત કરવું અશકય છે. કેવળ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાથી અવશ્ય ધાર્મિક સંસ્કાર દેખાઈ આવે છે; પરંતુ ઊંકર મહાશય તેનાથી એકેનો ધર્મ સાબીત કરી શકે તેમ નથી. કારણ કે એ લેખ રુદ્રદામા સિવાય બીજા કોઈને નથી. પછી બીજાના ધર્મો તેમાંથી સિદ્ધ થઈ શકતા નથી અને રૂદ્રદામાની તો એ પ્રશસ્તિ હોવાને ડૉકટર શાહ. આગ્રહપૂર્વક ઈન્કાર કરે છે પછી રૂદ્રદામાને ધર્મ કે ચટ્ટન વંશના ક્ષેત્ર પ્રશસ્તિમાં કયાંથી આવ્યા? તેમના ધર્મની હકીકત તેમાં કયાંથી ઉપજી આવી, અહિંસા ધર્મના પાલનના પુરાવા રૂપે એ પ્રશસ્તિ શી રીતે થઈ ? વળી ક્ષત્રપોના કે રૂદ્રદામાના ધર્મ સંબંધી હકીકત માટે પ્રશસ્તિને પ્રમાણભૂત ગણવામાં આવે છે તો તેની બીજી હકીકત સંબંધી શા માટે પ્રશસ્તિને અપ્રમાણિત માનવામાં આવે છે ? રૂદ્રદામા તરફ તેમને આટલો બધો વેષ કેમ છે ? કે પછી જ્યાં પિતાનું ધાર્યું કરવું હોય ત્યાં રૂદ્રદામાની પ્રશસ્તિને પ્રમાણ ગણુ સહારો લે અને પિતાના મંતવ્યમાં આડુ આવતું હોય ત્યાં તેનું દ્વેષપૂર્વક ખંડન કરી નાખવું આજ વસ્તુ નીચેના બે અવતરણમાં પણ મળી આવે છે કે જ્યાં પોતાની કલ્પનાને અનુકૂળ નથી આવતું ત્યાં રૂદ્રદામાને કુર, ઘાતકી, અનાર્ય કહીને વખોડી કાઢ્યો છે અને કલપનાને અનુકૂળ કરવા માટે એજ રૂદ્રદામાને અહિંસાધર્મના પાલનમાં આદર્શરૂપ માન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96