Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 92
________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. ઉપરના અવતરણામાં કેટલા ગપાટા હાંક્યાં છે? સુવિશાખ એ કેને સૂત્રેા હતા ? ચંદ્રગુપ્તને ? અશાકના ? કે રૂદ્રદામાના ? ડા. શાહ પહેલા ને બીજા કવાટેશનમાં ચ'દ્રગુપ્તના સૂબે જણાવે છે, ને ત્રીજા કવાટેશનમાં અશાકના સૂત્રે જણાવે છે. અને ઇતિહાસ રૂદ્રદામાના સૂબા જણાવે છે. તે સુવિશાખ કેટલા રાજાના સૂબા રહ્યો ? તેનું આયુષ્ય કેટલું ? એ કલ્પનાને તેા જવા દઇએ પણ અશાકના સૂત્રે વિશાખ ડો. શાહુ પ્રશસ્તિમાં જણાવે છે તે કયાં ? પાતે પ્રશસ્તિ જોઇ નથી અને બીજા સાચા વિદ્વાનેાને પ્રશસ્તિના દમ બતાવી પાછા પાડવાની નિષુરતા કેટલી હદે વધારી છે ? ૭૮ પણ એમ ડૅાકટર શાહ એટલુ તે અનિચ્છાએ માની ગયા છે ખરા ને કે તે સમારકામ સુવિશાખના વખતમાં થયુ હતું ? જો એટલું માને તે તે સુવિશાખ કોને સૂબા હતા તે આપોઆપ નક્કી થઇ જશે. ખરીરીતે તે સુવિશાખ રૂદ્રદામાના સૂબા હતા. અર્થાત્ સુદર્શન તળાવ રૂદ્રદામાના વખતમાં તેની આજ્ઞાથી સુવિશાખે તેને સમરાવ્યુ' હતું. આ લેખક પોતે પેાતાનીજ જાળમાં સપડાય છે. ચદ્રગુપ્તના વખતમાં તે સુવિશાખના જન્મ પણ ન હતા. તેના સૂબા વૈશ્ય પુષ્પગુપ્ત હતા, અશેાકના સૂબા યવન તુષારૂ હતા. ડા. શાહ ચંદ્રગુપ્તના સૂબાને વૈશ્યગુસ કે વિષ્ણુગુપ્ત કહે છે તે પણ અસત્ય છે. તેઓ તેને વિષ્ણુગુપ્ત શા માટે કહે છે તેના આશય નીચેના ફકરામાં મળી આવે છે. “ ડૅા. રાજેન્દ્રલાલ મિત્રના કહેવા પ્રમાણે....તેમાં ચાણકયને લગતી હકીકત છે, તેમાં તેનું નામ વિષ્ણુગુપ્ત જણાવ્યું છે.... ” સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી પણ આ વાતને પુષ્ટિ મળતી દેખાય છે, એટલે કે તેનું ખરૂ નામ વિષ્ણુગુપ્ત હાય તેમ લાગે છે. પ્રા. ભા. ૨/૧૭૨. ' ડા. રાજેન્દ્રલાલે તે ચાણકથનું નામ વિષ્ણુગુપ્ત હેાવાનુ જણાવ્યું છે. જ્યારે એ વિષ્ણુગુપ્તની સાથે ડૉકટર મહાશય આ પ્રશસ્તિના સંબંધ જોડી, ‘ પુષ્યગુપ્ત ’ ને સ્થાને ‘વૈશ્યગુપ્ત ’ શબ્દ કલ્પી, વૈશ્ય શબ્દના ‘વિષ્ણુ ’ શબ્દ બનાવી ‘ગુપ્ત’ શબ્દને વિષ્ણુ ' શબ્દ સાથે જોડી દઇ વિષ્ણુગુપ્ત શબ્દ ઉપજાવી કાઢ્યો. અને તે વિષ્ણુગુપ્ત ચાણકયના પર્યાય વાંચી બનાવી તેમના માનેલા વિષ્ણુગુપ્ત સૂબાને ચંદ્રગુપ્તના રાજગુરૂ ચાણક્ય મનાવવાના ઇરાદે તે નથી ને ? કારણ કે પ્રશસ્તિમાં તે સૂબાનું જ • × पं. १७–२०. महाक्षत्रप ...... पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्राणां पालनार्थनियुक्तेन पहूलवेन સૈપપુત્રેળામાયેન વિરાલન ..અનુષ્ટિતમિતિ । સમગ્ર આનર્ત તે સુરાષ્ટ્રના રક્ષણ માટે નિમેલા મહાક્ષત્રપ (રૂદ્રદામાના) પાર્થિવ પલ્લવ કુલેપ પુત્ર સુવિશાખે બધાવ્યું. * વૈશ્ય તે વખતે સૈારાષ્ટ્રમાં રહેનારી એક જાતિ હતી. પં. ૮. चन्द्रगुप्तस्य राष्ट्रियेण वैश्येन पुष्यगुप्तेन । अशोकस्य मौर्यस्य तेन यवनराजेन तुषास्फेन । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96