________________
૭૭.
પિકળ વિધાનોને પ્રતિવાદ. લાંબું વિવેચન કર્યું છે તે નિરર્થક છે. હવે વિચાર કરીએ કે પ્રિયદર્શી એજ અશેક હોય અને તે ઈતિહાસથી એમજ સિદ્ધ થાય છે, તે તે પ્રશસ્તિને રૂદ્રદામાની પ્રશસ્તિ ગણવામાં વાંધો ખરે કે ?
આગળ જતાં લખે છે કે
“ આ સઘળાં મહારાજા પ્રિયદર્શિનોજ યશોગાન રૂપે વિશેષણ છે તે સર્વ માત્ર, તેને નામનેજ સમગ્રપણે લાગુ પડી શકે તેવાં છે. બીજા કેઈ રાજાને સમગ્ર રીતે અને સર્વાશે લાગુ પડે તેવાં નથી, તેમ લાગુ પડતાં પણ નથી. પ્રા. ભા. ૨/૩૯૭
ઈતિહાસમાં પણ શું ત્રાગા મંડાય છે કે? પેલા ફકીરે દુકાન ઉપર ત્રાગા માંડે ને કહે કે તમારી ઈચ્છા હોય કે ન હોય પણ અમને આપે. તેમ આ પણ એજ બરાબર તાલ છે. ઈતિહાસમાં એ હકીક્ત હોય કે ન હોય, પણ તે પ્રશસ્તિ પ્રિયદર્શીની છે એમ મનમાનતું કરી મનાવવાનું આ પણ એક ત્રાગુ છે; પણ એમ ત્રાગા માંડયે ઈતિહાસ કશુજ મનમાનતુ કરી આપવાનો નથી. તે પણ ભગવાન મહાવીર જેટલો જ નિષ્પક્ષ ને વીતરાગ છે.
ચંદ્રગુપ્તના સૂબા સુવિશાખને તેને સાળો હેવાની કલ્પના કરતાં લખે છે કે
“ઉપરનાજ સુદર્શન તળાવની પ્રશસ્તિમાં ચંદ્રગુપ્ત રાયે જે અધિકારીએ તે તળાવ બંધાવ્યું છે, તે અધિકારી સમ્રાટને સાળ થતું હતું એમ લેખાય છે. અને તે અધિકારી વિજાતિય હોવાનું ધરાયું છે. પણ આ વિજાતીય હોવાનું મુખ્ય કારણ તે તે અધિકારી પલવ જાતિને હોવાનું પતે જણાવ્યું છે, અને આ પલવાને ઈરાનના પહૂલવાઝ જાણું વિજાતીય ઠરાવી દીધો છે. બાકી ખરી રીતે તે તે પવવાઝ તે લિચ્છવી ક્ષત્રિયે જ છે.
પ્રા. ભા. ૨/૨૮૨. સુદર્શન તળાવની પ્રશસ્તિ જે મહારાજા પ્રિયદર્શીનના સમયના કેતરાયેલ ખડક લેખ ઉપર (...) જળવાઈ રહેલી છે. તેમાં તે તળાવ પ્રથમ ચંદ્રગુપ્તના સમયે બંધાવેલું હતું. તે સમયે તેના બાંધકામ ઉપર દેખરેખ રાખનાર સમ્રાટ ચંદ્રગુપ્તના સૂબે સુવિશાખ હતો. આ સૂબાને પલવ જાતિને હોવાનું તેમાં કોતરાવાયું છે.
પ્રા. ભા. ૨/૧૮૯. કે. આં. રે. પ્રસ્તાવના પૃ. ૩રમાં રેસનની માન્યતા મુજબ આ સુવિશાખને રૂદ્રદામન ક્ષત્રપનો સૂબ ઠરાવાય છે. પણ તેમાં સાફ લખ્યું છે કે અશોકના સૂબા વિશાખે તે સમરાવ્યું હતું.
પ્રા. ભા. ૩/૨૮૬. * પુરાતત્ત્વ પુ. ૧, પૃ. ૧૪ ઉપર હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે “ આપણું ઐતિહાસિક સાહિત્ય” ના મથાળાવાળા લેખમાં રાષ્ટ્રિય શબ્દનો “ સાળે” એવો અર્થ કર્યો છે, તે પણ ખોટું છે. અહીંયા તેનો અર્થ “ સૂબે' અથવા ગવર્નર થાય છે. “રાષ્ટ્રિય ' શબ્દનો અર્થ “સાળે” તે નાટકના પાત્રમાં જ મોટે ભાગે વપરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com