________________
BL
મહાક્ષત્રપ રાજા કદામા.
એટલે સંભવ છે કે પહેલાં તે રૂદ્રદામાની નીચે કોઇ પ્રદેશના સૂબા હાય અને પાછળથી ગાદીએ આવતાં મહાક્ષત્રપ કહેવાતા હાય.
તેના સિક્કા ઉપર જૂદું જૂદું લખાણ મળી આવે છે તે આ પ્રમાણે છે.
( १ ) राज्ञो महाक्षत्रपस रुद्रदामपुत्रस राज्ञो क्षत्रपस दामजसदस
(२) राज्ञो महाक्षत्रपस रुद्रदानपुत्रस राज्ञ क्षत्रपस दामजदश्रिय
( ३ ) राज्ञो महाक्षत्रपस रुद्रदाम्नपुत्रस राज्ञो महाक्षत्रपस दामजदश्रिय
આ દાસજદુશ્રી ૧૫૦-૧૮૧ ની વચમાં ગાદીએ રહ્યો હતા એમ અનુમાન થાય છે.
તે પછી ગાદી ઉપર કેણુ આવે તે સ ંબંધી ×ઝઘડા ઉભા થયેા હતેા, તેના પરિણામે દામજદશ્રીના ભાઇ રૂદ્રસિંહ પ્રથમ ગાદીએ આવ્યા. તેના મિશ્ર ધાતુના સિક્કાઓ મળ્યા છે. તેના ઉપર શકસવત કાતરાવેલા માલૂમ્ર પડે છે.
તેણે ૧૮૧–૧૮૮ સુધી રાજ્ય કર્યું છે. પછી ઇશ્વરદત્ત આભીર મહાક્ષત્રપ થયા. તેણે ૧૮૮–૧૯૦ ઈ. સ. સુધી રાજ્ય કર્યું. તે પછી ફરીને રૂદ્રસિંહ પ્રથમે તેની પાસેથી ગાદી લીધી અને ૧૯૧–૧૯૬ ઈ. સ. સુધી અધિકાર ભાગન્યા.
રૂદ્રસિંહ પ્રથમ પછી તેને ભત્રીજો જીવદામા ગાદીએ આવ્યા. તે મહાક્ષત્રપ કહેવાતા હતા તેણે ૧૯૭ ઈ. સ. સુધી રાજ કર્યું હતું.
તે પછી રૂદ્રસિંહના પુત્ર રૂદ્રસેન પ્રથમ ગાદીએ આવ્યા, તે ઇ. સ. ૨૦૦ થી ૨૨૨ સુધી ઉજ્જૈનની ગાદી ઉપર રહ્યો.
તે પછી રૂદ્ધસિંહના બે પુત્રા, રૂદ્રસેનના ભાઇ સંઘદામા ને દામસેન અનુક્રમે ગાદીએ આવ્યા અને તેમણે એક વર્ષ અને તેર વર્ષ ક્રમાનુસાર રાજ્ય કર્યું". એટલે કે, ઈ. સ. ૨૨૨–૨૨૩ અને ઇ. સ. ૨૨૩–૨૩૬ સુધી.
× ગાદીના ઝધડા દરમ્યાન દામજદશ્રીના પુત્ર સત્યદામા ગાદી ઉપર બેઠા હતા, પણ સિહુ ગાદી ઉપર આવીને તેને પદભ્રષ્ટ કર્યા હતા.
તે સત્યદામાના નામના સિક્કાઓ મળ્યા છે તેના ઉપર “ શો મદ્દાક્ષત્રપન્ય નામગથિય પુત્રસ્ય રાતે ક્ષત્રપક્ષ્ય સત્યવાન ” એવું કાતરાયલુ' છે.
+ Indian Historioal Quarterly Vol. XIII/2. Political History of India P. 346.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com