________________
પિકળ વિધાનને પ્રતિવાદ, - સુદર્શન તળાવની મૂળ ઉત્પત્તિ વિષે લખતાં એજ પુસ્તકમાં લેખક લખે છે કે
૮ સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાના પુરોહિત-રાજગુરૂ ચાણકયને લઇને, પોતાના જૈનધમોનુયાયીઓ સાથે સંઘ કાઢી, આ પરમ પવિત્ર તીર્થાધિરાજના દર્શનાર્થે વારંવાર આવતે. અને ત્યાં આવતા શ્રી સંઘના યાત્રીજનોને પાણીની તંગી ન પડે માટે, ગિરિરાજની તળેટીમાં પિતે સુદર્શન તળાવ બંધાવ્યું હતું . . . . . . સુદર્શન તળાવ, કૃષિની ખીલવણી અથે બંધાવવામાં નહોતું આવ્યું, પણ પિતાના સહધમી યાત્રાળુઓ, છૂટક યા સંઘ કાઢીને આવે, ત્યારે જળની તંગી ન પડે તે માટે, સ્વામીવાત્સલ્યતાની ભાવનાથી પ્રેરિત થઈને તે બંધાવ્યું હતું. .... આ બાબતમાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પોતેજ અખંડનીય અને અતૂટ પૂરાવો ગણી શકાય તેમ છે. પ્રા. ભા. ૨/૧૮૩-૪-૫.
રાજા ચંદ્રગુપ્ત તે તળાવ શા માટે ને શા હેતુથી બંધાવ્યું હતું તેની વિગતમાં હું ઉતરવા માગતો નથી, ચંદ્રગુપ્ત ને ચાણક્ય ત્યાં કયારે ને કેટલીવાર જાત્રાએ જતા તેના ઉંડાણની છણાવટ મારે કરવી નથી અને ર્ડો. શાહ જેમ કહે છે તેમ માની લઈએ કે લોકકલ્યાણ કે કૃષિ માટે નહીં પણ તે તળાવ ધાર્મિક ભાવનાથી બંધાવવામાં આવ્યું
# સ્વામીવાત્સલ્યની - અત્યાર સુધીના ઇતિહાસકાર વિદ્વાનોના મતે તે તળાવના બંધાવવા સંબંધીને હેતુ કૃષિ-ખેતી વાડીની પ્રગતિનો હતો. કારણ કે ચંદ્રગુપ્તના વખતમાં ખેતિ વિભાગનો ઓફીસર રહે , તે નહેરો. કવા, તળાવ દ્વારા ખેડુતોને પૂરતું પાણી પહોંચે છે કે નહીં તે તપાસ રાખતો, જ્યાં પૂરતું પાણી ન મળતું ત્યાં નહેરો, તળાવો, સરોવરો, સેતુ–બધે રાજ્ય તરફથી દાવવામાં બંધાવવામાં આવતા. ચંદ્રગુપ્ત એવા ઘણું સાધને ખેતીની સિંચાઈ માટે તૈયાર કર્યા હતા. “અર્થશાસ' પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેના બીજા અધિકારના ૨૪ અધ્યાયના ૭ મા સૂત્રમાં કુલ્યા શબ્દ દ્વારા નહેરનું વર્ણન કરાયેલું છે.
મેગાસ્થને કહે છે કે–ભૂમિના અધિકતર ભાગમાં સિંચાઇ થાય છે, અને એથી એક વર્ષમાં બે વખત વાવેતર પાક થાય છે.
“Megasthenes ” Book 1. F. 1. તે આગળ વધીને એમ પણ કહે છે કે, જેમ મિસ્રમાં થાય છે તેમ અહીં પણ રાજ્યના કર્મ. ચારીએ નદીઓનું નિરીક્ષણ અને જમીનનું માપ વિગેરે કરે છે. તે લોકો નહેરોની દેખરેખ રાખે છે” જેથી મોટી નહેરનાં પાણી નાની નહેરમાં થઈને બધા ખેડુતોને સમાનભાગે મળી શકે છે.
“Megasthenes ” Book. III, F. XXXIV, : તેજ પ્રમાણે સુદર્શન તળાવ પણ ખેતીવાડીની સગવડ માટે બંધાયું હતું એમ વિદ્વાને માને છે. એક સ્થળે લખ્યું છે કે
गिरनार में, जो काठियावाड में है, एक चट्टान पर क्षत्रप रुद्रदामन का एक लेख खुदा हुआ है। उससे विदित होता है कि दूरस्थित प्रान्तों की सिंचाई पर मौर्य सम्राद कितना ध्यान देते थे। .... इस झीलका नाम सुदर्शन रक्खा गया और इस से खेतों की सिंचाई होने लगी। बादको अशोकने મેં સે નહેર માં નિવસ્ત્ર |
“વૌકીન મારત” p. ૧૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com