________________
પિકળ વિધાન પ્રતિવાદ.
છ૩ પ્રશસ્તિને અતુટ પૂરાવા તરીકે અને સંશયાત્મક લેખ તરીકે ગણવા તૈયાર થાય છે? એતિહાસિક પ્રમાણેને પણ આમ પિતાની કલ્પના પ્રમાણે વાળવાને આ ધૃષ્ટ પ્રયત્ન નથી કે ?
વળી એક તરફ ઉપરના પ્રદેશે પિતાના બાહુબળથી રૂદ્રદામાએ જીતી લીધા અને એજ વાકયમાં લખે છે કે આવા વિસ્તૃત પ્રદેશ ઉપર તેણે સત્તા જમાવી જ ન હતી. તેણે પ્રદેશે જીતી લીધા અને સત્તા જમાવી નહોતી એમ કહીને લેખક શે આશય બતાવવા માગે છે?
વળી તે પ્રદેશે તેને વારસામાં મળ્યા હતા એમ કહીને તે ગજબજ કર્યો છે. એક તરફ લખે છે કે તેણે સ્વબળે જીતી લીધા અને બીજી તરફ લખે છે કે તેને વારસામાં મળ્યા હતા. આ ચતુર્મુખ વાણું વદી શો અર્થ કાઢવા વિચાર રાખે છે? - ૩૯૪ પૃષ્ટ ઉપર તે લખ્યું છે કે “હવે આપણે ઐતિહાસિક પૂરાવાથી જાણીએ છીએ કે રૂદ્રદામનના પિતામહ ચઋણ મહાક્ષત્રપે જે જે મુલકે જીતી લીધા હતા, તેમને મોટે ભાગ, તેના પિતા જયદામને ગુમાવી દીધો હતો.
આ કથન અને પૂર્વ અવતરણને મેળ શી રીતે બેસારશે? એક તરફ દાદાની મિલક્ત બાપાએ ગુમાવી દીધી અને બીજી તરફ બાપદાદાની મિલક્ત વારસામાં મળી આ મુવમર્તતિ વચ્ચે રાસ્તા દતવા જેવું નથી લાગતું ?
લેખક આગળ જતાં દિવ્યચક્ષુથી પ્રશસ્તિમાં શાલિશુકનું નામ શોધી કાઢે છે. પહેલાં પ્રિયદર્શીના નામની શોધ કરી હવે શાલિશુકના નામની શોધ કરે છે. અને લખે છે કે– “વળી સુદર્શન તળાવની પ્રશસ્તિમાં શાલિશુકનું નામ જોડાયેલું છે.”
પ્રા. ભા. ર/૩૯૬ અને આ શાલિશુકનું નામ ગોતવા માટે બુદ્ધિ પ્રકાશ માસિક અને દી. બ. કેશવલાલ ધ્રુવની આડ બતાવી છે. .
ઉપરનું લખાણ વાંચીને હેજે એમ કહેવાનું મન થઈ જાય છે કે લેખકે પ્રશસ્તિ વાંચી જોઈ છે ખરી કે એમને એમ ધબેડયે રાખ્યું છે? ખેર આથી બે વસ્તુ સિદ્ધ થઈ શકે છે. એક તે લેખકે મૂળ પ્રશસ્તિના સ્વયં દર્શન નથી કર્યા લાગતા. અને બીજું બુદ્ધિપ્રકાશ” કે દી. બ. ધ્રુવનું લખાણ કેઈ ઘેનમાં વાંચ્યું લાગે છે.
હકીકતે એમ છે કે પ્રશસ્તિમાં શાલિશુકનું નામનિશાન નથી અને દી. બ. ધ્રુવનું પણ તેવું કથન નથી. શ્રીમાન ધુવનું શાલિશુક સંબધી લખાણ પ્રશસ્તિ સાથે સંબંધ રાખતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com