Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 86
________________ ७२ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. પછી તરતજ અશોક ગાદીએ આવ્યા છે? અથવા ડ. શાહ અશોકને ચંદ્રગુપ્તનો પુત્ર માને છે ? આ અજ્ઞાનની કે સીમા છે ખરી? અશોક અને ચંદ્રગુપ્તના રાજ્યકાળની વચ્ચે ચંદ્રગુપ્તના પુત્ર અને અશોકના પિતા બિન્દુસાર ક્યાં ગાયબ કરી નાખ્યા? કે ડોકટરના મતે બિન્દુલ્સાર નામની કોઈ વ્યક્તિ થઈજ નથી અને બીજા સ્થળેમાં બિન્દુસારની હકીક્ત આલેખી છે તે અસત્ય છે? અને બિન્દુસાર જેવી કઈ વ્યક્તિ થઈ હતી તે અને અનુક્રમવાર વર્ણનને શિરસ્તે મા તે ત્યાં બિસારનું વર્ણન પ્રશસ્તિમાં કેમ ન આવ્યું? શું બિન્દુસારની આખી હકીક્ત અને ઈતિહાસને લેખક ઉડાવી દેવા માગે છે? અને ચંદ્રગુપ્ત પછી તેની ગાદીએ સીધા અશોકને બેસાડી દે છે? બીજી વાત, લેખક આમ શિરસ્તો શબ્દ વાપરી સમ્રા અશોક પછી તેની ગાદીએ પ્રિયદર્શીને ઉત્તરાધિકારી તરીકે મનાવવાને ઈરાદો રાખે છે. શિલાલેખમાં જગ્યા ખાલી પડી છે તે એટલા માટે નહીં કે ત્યાં કેઇના નામ કેતરાવવાના હેય, પરંતુ તે જગ્યા તો ખાલી એટલા માટે દેખાય છે કે એકતો શિલા ખાડા ખડીયાવાળી હોય ને અક્ષરો ન લખી શકાય તેવી જગ્યા હોવાથી જગ્યા ખાલી રાખવી પડે છે. અથવા કઈ અક્ષરો લખાયા હોય પરંતુ વખત જતાં, પવન પાણીના ઘસારાથી અક્ષર ઘસાઈ ગયા હોય તે જગ્યા ખાલી દેખાય પરંતુ તેમાં શિરસ્તાનું કશુ કારણ નથી. આગળ જતાં એમ નિર્દેશ કરેલ છે કે, “પૂર્વ તથા પાશ્ચમ આકરાવંતિ, અનુપદેશ, આનર્ત વિગેરે દેશે તેણે પોતાના બાહુબળથી તાબે કરી લીધા હતા.” ક્ષત્રપ રુદ્રદામને પિતાના બાહુબળથી ઘણા દેશ જીતી લીધા હતા તે આપણે ભલે કબલ રાખીએ, (જોકે આપણું આ માહિતિને આધાર પણ મુખ્યત્વે કરીને તે આ સુદર્શન તળાવને સંશયાત્મક લેખક જ છે) તે એટલું તે ચોક્કસ જ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર તેણે કદી સત્તા જમાવી જ નહોતી. જે કેઈ ઉપરમાંના કેટલાક પ્રદેશ અથવા પ્રદેશ ઉપર તેનું આધિપત્ય ઉત્તર હિંદમાં હતું તે તો તેના પિતા અથવા દાદા તરફથી વારસામાં જ મળ્યા હતા, એટલે તેણે બાહુબળથી જીત્યા હતા એમ નજ ગણાય. પ્રા. ભા. ૨/૩૫-૬. ઉપરના અવતરણમાં દેશ ગણાવતાં પૂર્વ આકરાવતિ અને પશ્ચિમ આકરાવતિને દેશ ગણ્યા છે, તેમ કરવામાં આકર અને અવતિને ભેદ પરખાયો નથી. ખરી રીતે તેને પદછેદ પૂર્વઆકર, પશ્ચિમઆકર અને અવંતિ એ પ્રમાણે દેશો અલગ પાડવાના છે. આકર પણ દેશ છે ને અવન્તિ પણ દેશ છે. વળી રૂદ્રદામાની પ્રશસ્તિને લેખક સંશયાત્મક લેખ માને છે. એટલે એ પ્રશસ્તિને પ્રમાણ તરીકે તે માનતા નથી. જ્યારે એ લેખ સંશયાત્મક છે તે પછી અખંડ ને અતૂટ પૂરા શી રીતે ગણાવ્યા છે? કે પોતે ધારે તે પ્રમાણે ને પોતાની કલ્પના પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96