Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 85
________________ પોકળ વિધાને પ્રતિવાદ. છે ઉપરના અવતરણમાં ખડક ઉપરનો લેખ અને આખી ખડકને પ્રિયદર્શી રાજાની જણાવે છે. સાથે સાથે બીજા જ વાક્યમાં લખે છે કે તેજ ખડક ઉપર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ કોતરાયેલી છે. તેથી એમ તો સમજાયું કે આ પ્રશસ્તિ અને પ્રિયદર્શીને લેખ હૈં. શાહના મતે પણ બન્ને ભિન્ન ચીજો તો થઈ. એથી શું લેખકનો એમ કહેવાનો આશય છે કે તે અશોકનો શિલાલેખ અને સુદર્શન તળાવની પ્રશસ્તિ બને પ્રિયદર્શી રાજાની છે? અને જે એમ માનવા તૈયાર હોય તો તેમણે અશોક અને પ્રિયદર્શીને ભિન્ન ભિન્ન માનવાની આખા પુસ્તકની બાઇજ ઉંધી વળી જાય છે. કારણ કે ઈતિહાસમાં અશોક ને દિશા અને એકજ છે છતાં તે બે ભિન્ન છે એમ લખીને ડે. શાહે પાનાના પાના ભર્યા છે તે તેમનાં જ આ વચનથી અસત્ય કરે છે અને પોતાની જ કુહાડી પિતાના પગપર પડે છે. હવે રહી પ્રશસ્તિની વાત. અને તે ચછનવંશી મહાક્ષત્રપ રુદ્રદામાની છે એ એક ને એક બે જેવી સત્ય હકીકત છે. પં. ૯ મીને સંબંધ બીજા રાજાને લાગુ કરતાં તેનું જે વિવેચન કર્યું છે, અને રાજા પ્રિયદર્શી સાથે તેને સંબંધ વળગાડ્યો છે ને જે સિદ્ધાંત બાંધ્યા છે તેના ઉપર મારે વર્ણન કરવું બહુ જરૂરી નથી, છતાં જે તેના વર્ણનમાં ઉતારવામાં આવે તે લેખકના ટાંગા તેમનાંજ ગળામાં આવી પડે તેમ છે. પ્રશસ્તિ પ્રિયદર્શી રાજાની છે એમ બતાવવા એક બીજી યુક્તિ લેખક આપે છે કે “આઠમી પંક્તિમાં મર્યવંશી સમ્રા ચંદ્રગુપ્ત અને તે બાદ સમ્રાટ અશોક પરત્વે ઉલ્લેખ કરેલ છે, અને પછી જગ્યા ખાલી આવે છે, એટલે સ્વાભાવિક છે કે એક પછી એક ગાદીએ આવનારનું-સમ્રાટનું વર્ણન કરવાનો શિરસ્તો હોઈને સમ્રાટ અશોક પછી તેની ગાદીએ આવનારને જ લગતું તે ખ્યાન હોઈ શકે. પ્રા. ભા. ૨/૩૯૪–૫. ઉપરના અવતરણમાં મારીમચડીને પ્રશસ્તિમાં પ્રિયદર્શીનું નામ કલ્પવા પ્રયાસ કર્યો છે પણ તેમ કરતાં તે કેટલાં અસત્ય આલેખે છે તેને ખ્યાલ નથી આવ્યું. ઉપરનાજ અવતરણમાં ડે. ભૂલથી કે બેધ્યાનથી અશોક અને પ્રિયદર્શીની એકતાને સ્વીકાર કરી ગયા. અહીંયા પ્રિયદર્શીને અશોક પછી ગાદીએ આવ્યાનું માને છે. (વાસ્તવમાં તે બન્ને એક જ છે, પરંતુ અસત્ય-અસંભવ અસત્ય તે એ આલેખાયું છે કે રાજા બિન્દુસારને આખાને આખા જાદુઈ મંત્રથી ગારૂડી જેમ સાપને સંતાડે તેમ ઉડાડી દીધા. એક પછી એક ગાદીએ આવ્યાનું પ્રશસ્તિમાં વર્ણન માની શું ચંદ્રગુપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96