________________
૭૦
મહાક્ષત્રપ રાજા રૂદ્રદામાં. હતું, પણ તે બધી હકીકત માટે પ્રશસ્તિને પૂરાવા રૂપે બતાવે છે ત્યારે તે કહેવું પડે છે કે ડૅ. શાહ બીલકુલ હંબક ચલાવે છે અને દેખતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ સેવે છે.
ચંદ્રગુપ્ત તળાવ શા માટે બંધાવ્યું હતું કે તેનો ઉદ્દેશ શો હવે તે સંબંધી પ્રશસ્તિમાં તે એકે અક્ષર મળતું નથી. પ્રશસ્તિ તે વિગત જણાવતી નથી.
હું તે એમ પણ માનવા તૈયાર થઉ કે ચંદ્રગુપ્ત ત્યાં એક નહીં અનેક તળાવો બંધાવ્યા, અનેક મંદિર ને ધર્મશાળાઓ બંધાવી, પ્રતિદિન તે જાત્રાએ આવતા અને હામ દામ ને ઠામ ધરાવનારા ત્યાં અલકાપુરી વસાવી શકે અને વસાવી હતી એ બધુંય માની લઉ પરંતુ તેને માટે હકીકત અને પૂરાવાઓ સત્ય રજુ થવા જોઈએ. ઘડીભર એમ પણ સ્વીકારી લઉ કે આ પાંચમા આરામાં પણ ડો. ત્રિભુવનદાસ શાહને કેવળજ્ઞાન થયું છે, પણ તેને માટે પ્રમાણુ બતાવવાં જોઈએ. પ્રમાણ વગરની કલ્પના ઈતિહાસમાં આળેખી ઈતિહાસને જ વિકૃત કે દૂષિત કરવાનો યત્ન સેવવામાં આવતો હોય તો તે ઈતિહાસની દષ્ટિએ હું તો શું કોઈ પણ વ્યક્તિ અસ્વીકરણીય અને અક્ષક્તવ્યજ ગણે. તેમ આ પ્રશસ્તિ સંબંધી અવિચારિત બની ગપગોળા હાંકવા કોઈ પ્રેરાય તે તે અક્ષત્તવ્યજ લેખાય.
અને છતાં તેમની દષ્ટિએ, પ્રશસ્તિમાં ચંદ્રગુપ્તને જે હેતુ હતો તે હેતુ બતાવતી પંક્તિઓ કોતરાયેલી હોય તો તે પંક્તિ પુસ્તકમાં લખવી જોઈતી હતી અને પ્રશસ્તિમાંથી જે એ પંક્તિ મળી હોત તે જરૂર ટાંકી પણ હોત.
હવે તે આખા ખડક લેખને, શિલાને અને અશોકની આજ્ઞાઓને બધાને રાજા પ્રિયદર્શીના બતાવવાનો આડકતરો પ્રયાસ કરતાં લખે છે કે–
જે ખડક ઉપર સમ્રાટ પ્રિયદર્શીનને લેખ કોતરાયેલ છે અને જેને ગિરનાર રોક એડિકટ=ગિરનારના ખડકલેખ તરીકે ઓળખાવાય છે . તેજ ખડક ઉપર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ કોતરાવાઈ છે. અત્યારે વિદ્વાનોની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચષણવંશી મહાક્ષત્રપ રુદ્રદામને કોતરાવી છે.
પ્રા ભા. ૨/૧૮૯.
છે. મહાશય આ શો અર્થ કરશે? છતાં એમ માની લઈએ કે, તે કૃષિ માટે નહોતું. પરંતુ તેને માટે તેમની પાસે કશું સાધન છે? કે કાઈ પ્રમાણ છે? અથવા કૃષિ માટે તે તળાવ બંધાવ્યું હોય તો તેમને એમ માનવામાં વાંધો છે આવે છે કે તેમને કૃષિ માટે ખાસ નિષેધ કરવો પડે છે. શું કૃષિ એ દેશને માટે, રાજ્યને માટે કે ચંદ્રગુપ્તને માટે ઘાતક વસ્તુ હતી ? કે ચંદ્રગુપ્તને એ અણગમતી હતી ? વળી તે તળાવમાં પાછળથી નહેર ખોદાવી હતી એ શા માટે? નહેરો વગર લોકોને પાણી પીવામાં વાંધો આવતો હતો ? કે નહેરો વગર સ્વામિવાત્સલ્યની ભાવનાને બાધા પહોંચતી હતી ? . મહાશય પાસે ઇતિહાસકારોને જવાબ આપવા માટે કશા પ્રમાણે છે ખરાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com