Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 81
________________ પિકળ વિધાનોનો પ્રતિવાદ. ૬૭ પ્રો. પિટરસન સાહેબના મંતવ્યનો સાર એમ છે કે, આ તળાવ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં વિલણણે બંધાવ્યું હતું અને તેને ફરતે કાંઠે, સમ્રાટ અશોકના વખતમાં તપસ અથવા તુષ૦૫ નામના અમલદારે પ્રથમવાર સમરાવ્યો હતો. જ્યારે બીજીવારનું સમાર કામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આવ્યું છે. ત્યારે એપ્રિવ્રાફીકાના લેખકે તેની યશકીર્તિને આખે કળશ ક્ષત્રપ રૂદ્રદામનને શિરે ઢળે છે. અલબત પિટરસન સાહેબને અભિપ્રાય ચેખા શબ્દમાં મહારાજા પ્રિયદર્શનની તરફેણમાં દર્શાવેલ તે નથી જ; પણ તે મતલબને ભાવાર્થ નિકળતે સહજ તરી આવે છે ખરો. છતાં એપ્રિવ્રાફીકાના લેખકથી તો આપણે માનપૂર્વક જુદા જ પડવું થાય છે અને પિટરસનસાહેબના મતને મળતાં થતું જવું પડે છે. પ્રા. ભા. ૨/૩૯૩-૪ કઈ વિદ્વાન ભાગ્યેજ એમ માનતો હશે કે તે પ્રશસ્તિ મહાક્ષત્રપ રુદ્રદામાએ કેતરાવી છે. બધાનું એવું મંતવ્ય છે કે તે વખતે મહાક્ષત્રપ રુદ્રદામાને સૂબો સુવિશાખ સૈારાદ્ધના અધિકાર ઉપર હતું, તેણે એ પ્રશસ્તિ કોતરાવી છે, અને તે સુદર્શન તળાવને અંગે રાજા રુદ્રદામાના કાર્ય સંબંધી છે. વળી સંશોધકો જે માને તે કોઈ આધાર ઉપરથીજ માનતા હોય એમ તે માનવું જ જોઈએ. અને ઉડતી કલ્પનાઓ કરતાં સંશોધકોનું મંતવ્ય વધુ વજૂદવાળું હોય છે તે સ્વીકારવું જોઈએ. જે ખરેખર સંશોધકે છે તેમણે એ તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે રૂદ્રદામાને જ માન્ય છે. કેવળ કલ્પના કરવાથી એકને યશ બીજાને મળી જતે નથી એ પણ એટલું જ સત્ય છે. આગળ જઈને પિટર્સન સાહેબને જે બદનામી આપવાનો પ્રયાસ થયો છે તે તે ખરેખર બીનજવાબદારી ભર્યું પગલું છે. પિટર્સન સાહેબનો ઉઘાડ કે ઢાંકેલો કે એવી મતલબવાળો મત છે જ નહીં કે જે લેખક મનાવવા મથે છે. વળી પિટર્સન જે પ્રિયદર્શીની પ્રશસ્તિ કે તળાવને ઉદ્ધાર કર્યાનું માનતા હતા તે તેમને ભ્રામક કે સંદિગ્ધ લખાણ લખવા કરતાં સ્પષ્ટ શબ્દોમાં શા માટે ન લખત? પિતાનું મંતવ્ય સો કોઈ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી શકે છે, પરંતુ તેમને પ્રિયદર્શીની તરફેણને મત છેજ નહીં. આખી પ્રસ્તાવનામાં તેમણે એ સંબંધી કશું કહ્યું જ નથી. વળી ચંદ્રગુપ્તના સૂબા વિષ્ણુગુપ્ત અને અશોકના તપસ કે તુષ૫ હતા એ કોને મત ? પિટસન કે ડૅ. શાહને ? જે પિટર્સનને મત કહેતા હોય તે એમ કહેવું જોઈએ કે તે પોતે બીજાને નામે અંધેર ચલાવે છે અને જે પિતેજ એમ માનતા હેય તે તે અજ્ઞાન છે. કારણ કે ચંદ્રગુપ્તના સૂબાનું નામ વિષ્ણુગુપ્ત નહીં પણ વૈશ્ય પુષ્યગુપ્ત છે અને અશોકના સૂબાનું નામ તપસ કે તુષ૫ નહીં પણ તુષારફ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96