Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 71
________________ શિલાલેખ અને અનુવાદ. ૫૭ ધારણ કરનારા, મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષને માટે ગેબ્રાહ્મણને માટે અને ધર્મ તથા કીર્તિની વૃદ્ધિને માટે, પિર, જાનપદ જનને (દેશના લકોને) કર વિષ્ટિ (વેઠ) પ્રણય (= પ્રેમ ભેટ–નજરાણા) આદિથી પીડિત કર્યા વગર, પિતાનાજ ભંડારમાંથી પુષ્કળ ધન વાપરીને થોડા જ વખતમાં (પહેલાંથી પણ) ત્રણગણે મજબૂત અને લંબાઈ પહેળાઈવાળે બંધ બંધાવીને બધી તરફથી પહેલાં કરતાં પણ ( તળાવને ) સુદર્શનતર-અધિક સુંદર કરી દીધું. પં. ૧૭. મહાક્ષત્રપના અતિસચિવ (સલાહકારક મંત્રીઓ અને કર્મસચિવ (કાર્ય કારી પ્રધાનો-જે બધા અમાત્યગુણોથી યુક્ત હતા તો પણુ–ની, ગાબડુ બહુ મોટુ હોવાથી આ (તેને ફરી બંધાવવા) બાબતમાં અનુત્સાહને કારણે સમ્મતિ હતી નહીં, પ્રથમમાં તેમને વિરોધ હોવાથી પં. ૧૮, ફરીને બંધ બંધાવાની આશા ન રહેવાથી, પ્રજામાં હાહાકાર મચી જવાથી આ સ્થાનમાં પિર જાનપદના અનુગ્રહને માટે, સમસ્ત આનર્ત ને સુરાદ્ધના પાલન માટે રાજા તરફથી નિયુક્ત– પં. ૧૯. પહલવજાતિના કલેપના પુત્ર–અર્થ ધર્મ ને વ્યવહારને સારી રીતે જાણવા વાળા, (પ્રજાને) અનુરાગ વધારવાવાળા, શાંત, દાંત (સંયમી), અચપલ, અવિસ્મિત ( અનભિમાની) આર્ય, અડગ ( લાંચ ન લેવાવાળા) અમાત્ય સુવિશાખે, સારી રીતે શાસન કરતાં કરતાંપં. ૨૦. પિતાના ભર્તા (સ્વામી–રાજા)ની ધર્મ, કીર્તિ, ને યશની વૃદ્ધિ કરતાં કરતાં બંધાવ્યું. જે ઈતિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96