Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં.
લક્ષમીન ધારણ કરવાના ગુણુવાળા હેવાથી બધા વર્ષોએ પોતાના રક્ષણ માટે પતિ (રાજા) તરીકે ચૂંટાયેલા હોવાથી, યુદ્ધ સિવાય મરતાં સુધી–આજીવન મનુષ્યવધ ન કરવાની દઢ પ્રતિજ્ઞાને ચરિતાર્થ કરી બતાવનારા, સામે આવેલા સમેવડીયા શત્રુને ઘા કરીને નકામા શત્રુઓ....કરૂણા ધારણ કરવાવાળા, પિતાને શરણે આવેલા જનપદ (દેશ) ને જીવન અને શરણ આપવાવાળા,
બારવટીયા, સર્પ, જંગલી જંતુ, રેગ જેમને કદી સ્પર્ધો નથી એવા, નગર, નિગમપં. ૧૧, અને જનપદની પોતાના બળથી પ્રાપ્ત, અનુરક્ત પ્રજાએથી આબાદ, પૂર્વાકર,
પશ્ચિમાકર, અવન્તિ, અનુપદેશ, આનર્ત, સુરાદ્ધ, ધન્ન, મરૂ, કચ્છ, સિધુ-સૈવીર, કકુર, અપરાંત, નિષાદ આદિ બધા પ્રદેશનાં, જે તેના
પ્રભાવથી....અર્થ કામ વિષયોના સ્વામી બધા ક્ષત્રિમાં પ્રકટ કરેલીપં. ૧૨. પિતાની વીર પદવીના કારણે અભિમાની થયેલા અને કેઈના પણ કાબુમાં ન
આવવાવાળા ચોધેયોને જબરજસ્તીથી ઉખાડી નાખવાવાળા, દક્ષિણપથપતિ સાતકણિને બે વાર ખૂલ્લી લડાઈમાં જીતવા છતાં નિકટને સંબંધી હેવાથી પદભ્રષ્ટ ન કરીને યશ પ્રાપ્ત કરવાવાળા...વિજયી, પદભ્રષ્ટ રાજાઓને ફરી સ્થા
પન કરવાવાળા, પોતાના હાથને યથાર્થ– પં. ૧૩. રૂપે ઉઠાવીને (સદા ન્યાયતત્પર રહેવાને કારણે ) દઢ ધર્માનુરાગના અર્જન
કરવાવાળા શબ્દ (વ્યાકરણ) અર્થ (અર્થશાસ્ત્ર) ગાંધર્વ (સંગીત) ન્યાય (તર્કશાસ્ત્ર) આદિ મહાવિદ્યાઓનું પારણુ (પારંગત થવા) ધારણ (સ્મરણ) વિજ્ઞાન (સમજવા) અને પ્રયોગથી વિપુલ કીર્તિ પ્રાપ્ત કરવાવાળા, ઘોડા, હાથી, રથ ચલાવવામાં તરવાર ઢાલના યુદ્ધ આદિમાં અત્યંત બળ, સ્મૃર્તિ, સફાઈ બતાવવા
વાળા, દિન પ્રતિદિન દાન, માન કરવા તથા અનુચિત વર્તાવથી દૂર રહેવાવાળા પં. ૧૪, સ્થળ લક્ષ્યવાળા, ઉચિતરૂપે મેળવેલી બલિ (વિટી ) શુલ્ક (જગાત) અને
ભાગ (રાજ્યનો હક્ક-કર) માંથી સોના, ચાંદી, વજ, વૈર્ય, રત્નના ઢગલાએથી ભરપૂર ભંડારવાળા, સ્કુટ, લઘુ, મધુર, વિચિત્ર, કાંત શબ્દ સંકેતવડે ઉદાર અલંકૃત, ગદ્ય પદ્ય લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ (સમ ચતુરસ) સ્વર, ચાલ,
રંગ, સાર, બળ આદિપં. ૧૫-૧૬. ઉત્તમ લક્ષણો અને વ્યંજનેથી યુક્ત, કાંતમૂર્તિવાળા, સ્વયંપ્રાસ (પોતે
મેળવેલું) મહાક્ષત્ર૫ નામધારી, રાજકન્યાઓના સ્વયંવરમાં અનેક વરમાળાને
* તે વખતમાં રાજા પિતાને હાથ ઉંચે કરી ન્યાયને નિર્ણય ruling આપતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96