Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 58
________________ સુદર્શન તળાવ. સુદર્શન તળાવનું સ્થાન-માપ— સુદર્શન તળાવ કણે બંધાવ્યું, કાણે સમરાવ્યું કે પુનરૂદ્ધાર કર્યો અને તેના શિલાલેખ વિગેરે સંબંધી પાછલા પ્રકરણામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે. તે સાથે સાથે સુદર્શન તળાવની પણ ઘેાડી ઘણી માહિતિ આપવી આવશ્યક છે. અલખત્ત તેની પૂરી માહિતિ મળી શકે તેવા પ્રમાણે। અત્યારે નથી, ઇતિહાસમાં તે મળી શકતાં નથી; અવ્વલમાં તેા સુદર્શન તળાવ હતુ` કેનહીં એનીજ માહિતિ ઓગણીસમી સદી સુધી તે ન હતી; પરંતુ જ્યારે રૂદ્રદામાના શિલાલેખ વંચાયા ત્યારે સુદન તળાવની હસ્તીનેા લેાકાને ખ્યાલ આવ્યા. શિલાલેખમાં તેના સ્થાન કે માપ સંબધી કશેા ઇસારા કર્યા નથી. એટલે તે તળાવ ક્યા સ્થાનમાં હતુ અથવા હાવુ જોઇએ અને તે કેટલુ લાંબૂ પહેાળુ હતુ તે સંબધી ઇતિહાસકારાને કેવળ એ શિલાલેખ કે શિલાથી અનુમાન માંધીનેજ સતાષ માનવેા પડે છે. એ ઉપરથીજ તેના વિસ્તાર સ`ખ'ધી કે તેના સ્થાન સંબધી જેટલા અંશમાં થઇ શકે તેટલા અંશમાં વિચાર કરવા જરૂરી છે. સુદર્શન તળાવ સંબંધી એ શિલાલેખા મૌજૂદ છે. એક મહાક્ષત્રપ રાજા રૂદ્રદામાને અને બીજો સ્કંદગુપ્તને તે બન્ને શિલાલેખે અશાકની આજ્ઞાવાળી શિલા ઉપર કે।તરાયલા છે. તે અન્ને શિલાલેખામાં તેનું નિશ્ચિત માપ કે નિશ્ચિત સ્થાન સખશ્રી નિર્દેશ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96