________________
મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા.
રૂફ઼દામાના શિલાલેખ પશ્ચિમમાં અર્થાત્ જાનાગઢ શહેરના વાઘેશ્વરી દરવાજા તરફ્– ઉપરકાટ તરફ છે. અને તે દક્ષિણ તરફથી વાંચી શકાય છે. એ શિલાલેખ ( રૂદ્રદામાના ) ખીજી શતાબ્દિમાં કાતરાયાનું મંતવ્ય છે. તેની સાલ ઇ. સ. ૧૫૦ મનાય છે.
•
૫૦
આ કુદામાના શિલાલેખમાં ખડકની ૧૧ પ્રીટ ૫ ઇંચ જગ્યા પહેાળાઇમાં અને ૫ ટ્રીટ, ૫ ઈંચની જગ્યા ઉંચાઇમાં રેાકાયલી છે.
શિલાલેખમાં નાની માટી મળીને ૨૦ ( વીસ ) પક્તિએ છે. અલબત્ત તે પેરિગ્રાફના રૂપમાં નથી પણ તેના સંબંધ જુદી જુદી પક્તિઓમાં અવિચ્છિન્નપણે છે. તેની કાતરણી સાદી છે. તેના અક્ષરાની ઉંચાઇ સરેરાશ છુ ઇંચ જેટલી છે. એટલે કે અક્ષરા ? ઇંચ જેટલા માપના છે.
ભાષા-શૈલિ ને લિપિ.
લેખની ભાષા સંસ્કૃત છે. તેની શૈલિ લલિત, એજારી સુંદર ગદ્યમય છે.
લિપિ દક્ષિણની જૂની લિપિના મૂળાક્ષરાને મળતી છે એટલે કે મજકૂર ખડક ઉપર સ્કંદગુપ્તના લેખની લિપિ છે તેને મળતીજ છે.
લેખ કુલ વીસ પંક્તિના છે; પણ તેમાં છેવટના ભાગની ૪ પંક્તિએ ( ૧૭–૨૦ ) જ સુરક્ષિત અને સ્પષ્ટ વાંચી શકાય તેવી છે. બાકીની ૧-૧૬ પંક્તિઓ એવી છે કે જેની કોઇ ને કોઇ પંક્તિમાં કંઈ ન કંઇ ભાગ ઘસાઇ જવા પામ્યા છે. તેમાં કાંઇક ઈરાદાપૂર્વક, અજ્ઞાનતાથી કે મૂર્ખતાથી નુકશાન કરવામાં આવ્યું છે અને કંઇક લાંખેાકાળ તેના ઉપર પસાર થઈ જવાથી ટાઢ તડકા ને વરસાદના કુદરતી ઘસારાથી ખડકની સપાટી ઘસાઈ જવાથી તે ભાગ ઉપરના અક્ષરા કે શબ્દા ઉકેલી શકાતા નથી.
એ વીસ લાઈનના શિલાલેખમાં કુલ ટોટલ ૧૯૦૦ ( એગણીસસેા ) સ્કવેર ઇંચ જગ્યા રામાયલી છે. તેમાં વચ્ચે વચ્ચે અક્ષરા ઉડી ગયા હૈાય તેવી જગ્યા—missing portion૨૭૫ ( ખસેા પંચતેર ) ઇંચની ખાલી છે. અર્થાત્ આખા શિલાલેખની જગ્યાના ૧/૭ હિસ્સા ચાલ્યેા ગયેલે છે, ઉડી ગયેલે છે, ઉખડી ગયેલા છે. બાકીના ભાગ જ્યાં ખડકની સપાટી એકસરખી છે ત્યાં સ્પષ્ટ વાંચી શકાય છે.
એ શિલાલેખનુ આખું લખાણ એક સરખી લાઇનેામાં નહીં પણ લાંખી ટુકી લાઈનામાં લખાયેલુ છે. તેમાં કેટલીક પંક્તિની લખાઇ, ટુકાઈ ખાસ ધ્યાન ખેંચે એવી છે. જેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com