________________
સુદર્શન તળાવ.
૫ તે શિલાલેખથી તેના સ્થાન સંબંધી અનુમાન કરવાને એટલું પ્રમાણ મળી આવે છે કે તે તળાવ એ શિલાની આસપાસ હોવું જોઈએ. એ શિલા તળાવની મર્યાદામાં કે તળાવની આસપાસ હેવાને ઘણે સંભવ છે; જેમ ઘરને લેખ કે મંદિરને લેખ મંદિરની મર્યાદામાં હોય, દુકાનનું બોર્ડ જેમ દુકાન ઉપર હોય તેમ આ તળાવનો શિલાલેખ પણ તળાવની આસપાસ જ હોવો જોઈએ.
તે સાથે સાથે શિલાલેખમાં નદીઓના નામો આવે છે. તે નદીઓ આ તળાવમાં મળે છે એ તેને વનિ છે. વળી બંધ હમેશાં નદીઓને વહેણુને રોકીનેજ બંધાયેલા હોય છે. તેમાં સુવર્ણસિક્તા અને પળાશિનીના નામ આવે છે અને તેના પાણી તળાવમાં મળે છે એ હકીકત છે. તે નદીઓનાં વહેણુ કઈ તરફ હતાં તે વિચારવાનું રહે છે.
- હવે એ તળાવની દિશા નકકી કરવાને માટે પ્રથમ ગિરનાર, તે શિલા અને જુનાગઢની દિશા નકકી કરવી રહી. ગિરનાર એ પૂર્વ દિશામાં છે. જાનાગઢ પશ્ચિમ દિશામાં છે અને તે શિલા લક્ષ્મણ ટેકરીની નીચેના ભાગમાં એટલે દક્ષિણ દિશામાં છે, કારણ કે લક્ષ્મણ ટેકરી દક્ષિણ દિશામાં છે. ઉત્તર દિશામાં પૂર્વ તરફ જોગણી ટેકરી છે અને ઉત્તરપશ્ચિમનો ભાગ લગભગ ખાલી જેવો છે. ગિરનારમાંથી નિકળેલી નદી દક્ષિણમાં વહી શકે નહીં કારણ કે ત્યાં ટેકરીઓ છે. વળી અત્યારે દામોદર કુંડવાળી નદીનું વહેણ ઉત્તર પશ્ચિમમાં છે અને તે ખીણમાં થઈને વહ્યું જાય છે. એટલે તે સુવર્ણસિક્તા અને પલાશિની નદીઓનાં વહેણ ઉત્તર પશ્ચિમમાં જૂનાગઢ શહેરના ખૂણાના ભાગે થઈને વહેતા હોવા જોઈએ અને ત્યાંજ એ નદીઓનાં વહેણ અટકાવવા બંધ બાંધેલો હોવો જોઈએ.
અત્યારે પણ દામોદર કુંડ હાલની નરેખ નદીના વહેણમાંજ બાંધેલો છે અને તેનું વહેણ લક્ષ્મણ ટેકરી અને જોગણી ટેકરીને જોડનારા પુલ નીચે થઈને ઉત્તર પશ્ચિમમાં વહે છે અને તે આગળ જઈને અશોકશિલાની સામે થઈ ગિરનારદરવાજા પાસે ત્રિવેણી સંગમ મેળવી ઉપરકોટની પાછળ થતી થતી મઝેવડી દરવાજા અને સાકરબાગની વચમાં થઈને નદીના રૂપમાં વહી જાય છે.
એટલે કે અશોક શિલાની સામી બાજુએ ઉત્તર પશ્ચિમમાં અર્થાત દક્ષિણની લક્ષ્મણટેકરી અને તેની સામે ઉત્તરમાં જોગણી ટેકરીની વચમાં બંધ હોવો જોઈએ. સુદર્શન તળાવનું સ્થાન શિલાલેખવાળી શિલાની સામેના ભાગમાં ઉત્તર પશ્ચિમમાં નિશ્ચિત કરી શકાય.
વળી તે તળાવ જાનાગઢ શહેરથી બહુ દૂર પણ ન હોવું જોઈએ. કારણ કે શહેરથી બહુ દૂર ન હોય તો શહેરીએ તેનો લાભ લઈ શકે અને આ શિલા શહેરથી લગભગ માઈલ પિણે માઈલ છે. એથી પણ એમ અનુમાન કરવાને કારણે મળે છે કે તે તળાવ જૂનાગઢ શહેર અને પ્રશસ્તિની શિલાના સ્થાનની વચલી જગામાં હોવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com