________________
મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. રૂદ્રદામાના ચાંદીના સિક્કા “ સ્ટાન્ડર્ડ મની” તરીકે પ્રખ્યાત હતા અને તે રુદ્રદામાના રાજ્યકાળની પહેલા ચાલતા ચાંદીના સિકકાઓ સાથે ઘણે અંશે મળતા હતા જે માળવા, કાઠીયાવાડ, કચ્છ, ગુજરાત, ઉત્તરી કેકણ, નાસિક, પૂના જીલ્લામાં પ્રચલિત હતા, જેના ઉપર રૂદ્રદામાએ પાચળથી રાજ્ય કર્યું છે. એથી એમ સિદ્ધ થાય છે કે— રૂદ્રદામા પિતાના તાંબાના સિક્કા કરતાં ચાંદીના સિક્કા( જે ચલણી સિકકા Standard money તરીકે ચાલતા તે)થી વધારે જાણીતા થયે હતે.
જતેનાં તાંબાના અને ચાંદીના સિક્કાઓ ઘણી રીતે જુદા પડે છે. (૧) એક તે તેના ધોરણમાં ફેરફાર હતા. (૨) તેના આકારે પણ જુદા હતા, ચાંદીના સિક્કાઓ ગોળ હતા જ્યારે તાંબાના સિક્કા
જુદા આકારના હતા–ચોખુણીયા હતા. (૩) તેની પદ્ધતિ અને type માં પણ ફેર હતું. - ચાંદીના સિક્કાઓમાં એક તરફ “ રાજાનું મસ્તક ' કેતરાયેલું રહે છે, તેની બીજી બાજૂએ “ ત્રણ શિખરવાળા ચિત્ય ઉપર બીજની ચંદ્રાકૃતિ” “કિરણવાળે સૂર્ય ” ચંદ્રકૃતિ ” “ચૈત્યની નીચે સર્પાકાર લાઈને, ' વિગેરે વિગેરે કોતરાયેલાં હોય છે.
તેનાં તાંબાના સિક્કામાં એક તરફ એક પ્રાણીનું ચિત્ર અથવા “ડાબી બાજુએ ઉભેલ હાથી” અથવા “સિક્કાની ડાબી બાજુએ થાંભલાની સન્મુખ ઉભેલે ઘેડ” કે “ ખેતર તરફ જોઈને ઉભે રહેલો ખુંધવાળો બળદ ” રહે છે. તેની બીજી બાજૂએ “ ત્રણ લાઈને ઉપર અર્ધચંદ્રાકૃતિ સહિત ચૈત્ય ', “સકિરણ સૂર્ય, ” “અર્ધચંદ્રાકૃતિ,” અને “ચયની નીચે વળાંક વાળી લાઈન ” વિગેરે રહે છે. * તે બન્ને પ્રકારના સિકકામાં ટપકાવાળી બેર્ડ-કિનારી પણ ખાસ ધ્યાન ખેંચનારી છે. તાંબાના સિકકામાં કઈમાં તે કિનારી ઉપરની બાજુમાં હોય છે. કેઈમાં તે નીચેની બાજુમાં હોય છે. જ્યારે ચાંદીના સિકકાઓમાં તે ટપકાવાળી કિનારી નીચેની બાજુમાંજ માલૂમ પડે છે.
તે બન્ને પ્રકારના સિકકાઓમાં પાછલી બાજૂમાં “ચંત્ય'નું ચિહ્ન તે સામાન્યપણેજ રહેલું છે. | તેના સિક્કાઓમાં જે અક્ષરે ને નામે કેતરાયેલા છે તે પણ જુદી જુદી રીતે કોતરાયેલા છે, તે આ પ્રમાણે –
(१) राज्ञो क्षत्रपस जयदामपुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रदामस । (२) राज्ञो क्षत्रपस जयदामस पुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रदामस ।
તે બન્ને પ્રકારના સિકકાઓમાં “મહાક્ષત્રપ રૂદ્રદામા તે લખેલું મળી આવે છેજ. .* Buddhistic studies P. 390.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com