Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 55
________________ રાજા રૂદ્રદામાને રાજ્ય અધિકાર. ૧ ગમે તેમ પણ આ શિલાલેખ જેનેનો છે એ તો નિ:શંક વાત છે. પ્રો. રેપ્સન+ પણ તે વાતને અનુમોદન આપે છે. અને તે, તે વખતના રાજા ઉપર તેની અસર હતી એ પ્રતિપાદન કરે છે. પ્રો. રેપ્સનનો એવો મત છે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “માળવાના ક્ષત્રપ જેને વિક્રમાદિત્યે હરાવ્યા તે જૈનધર્મનું પાલનકરતા હતા.” તેણે એ સ્પષ્ટ કર્યું છે કે મથુરા કે તક્ષશિલાના ક્ષત્રપ દ્ધધર્મ પાળતા હતા, જ્યારે માળવાના ક્ષત્ર જેનધર્માનુયાયી હતા. એટલે શકલેકો ભારતમાં જ્યારથી આવ્યા ત્યારથીજ જેનધર્મની અસર તળે હતા અને તે દામજદશ્રી અથવા રૂદ્રસિંહ સુધી તેની અસર કાયમ રહી છે. તે પછીના રાજાઓ ઉપર જૈન ધર્મના સંસ્કાર રહ્યા હતા કે કેમ તે ઈતિહાસથી મળી શકયું નથી, પરંતુ સંભવ છે કે કેટલીક પેઢી સુધી તેની અસર રહી હોય. રૂદ્રદામાના સિક્કાઓ ક્ષત્રપ રાજાઓએ પોતાના સ્વતંત્ર સિકકાઓ પડાવ્યા હતા એ કહેવા જેવી વાત નથી. રૂદ્રદામાના દાદા પરદાદાના વખતથી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ચાલુ હતા. તેમાં તેમણે પસંદ કરેલી નિશાનીઓ, ચિન્હ અને નામે પણ ઘણી જાતના મળી આવે છે. રૂદ્રદામાના પણ સિકકાઓ ચાંદીના અને તાંબાના મળી આવે છે. સોનાના સિકકાએ હજી મળ્યા નથી. કદાચ ક્ષત્રપ રાજાઓએ સોનાના સિક્કાઓ પડાવ્યા નહીં હોય. ઈતિહાસમાં તેનું વર્ણન આવે જ છે, પરંતુ પ્રાચીન બૈદ્ધમાં પણ તેના સિક્કાઓનું ખુબ વર્ણન કરાયેલું છે. તેના ઉપર સારિપુરથર અને બુદ્દોષ વિગેરેએ ખૂબ વિચાર કર્યા છે. તે ગ્રંથોમાં રૂદ્રદામક, રૂદ્રદામકાદિ, રૂદ્રદામકાદીનિ, રૂદ્રદામકાદીનાં વિગેરે શબ્દો આવે છે. સારસ્થદીપનીમાં રૂદ્રદામકની વ્યાખ્યા કરવામાં આવી છે કે હામેળ ઉત્પવિતા અર્થાત્ “રૂદ્રદામા એ પડાવેલા.” Manufactured by Rudradama. રૂદ્રદામક એ રૂદ્રદામકાદિ, રૂદ્રકામકાદીનાં વિગેરે શબ્દોનું પ્રાથમિક રૂપ અથવા એ શબ્દોને પૂર્વ ભાગ છે. વળી રૂદ્રદામા એ શકરાજા સિવાય બીજાનું નામ આજ સુધી ઈતિહાસમાં મળ્યું નથી અને તેથી એ સિકકાઓ રૂદ્રદામાના છે એમ નિશ્ચિત થાય છે. રૂદ્રદામકને બીજો અર્થ એવો પણ કર્યો છે કે રૂદ્રદામાના સિક્કા જેવા નમૂનાના બીજા સિક્કા તેના પછીના રાજાઓએ પડાવ્યા હોય તો તેને પણ રૂદ્રદામકાદિ કહી શકાય. પરંતુ તેની ચર્ચા અહીં અપ્રાસંગિક થઈ જવાથી તે લંબાણ નહીં કરતાં કેવળ રૂદ્રદામાના સિકકાઓ સંબંધી જ અહીં થોડી ચર્ચા કરી છે. + Indian coins in British Museum P. Lxi. x "...The Sakas, who in Malwa were patrons of the Jain religion..." “ Ancient India". P. 143. * Buddhistic studies P. 389. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96