________________
રાજા રુદ્રદામાનો રાજ્ય અધિકાર.
પૃથ્વીસેન, દામજશ્રી બીજે, અને વીરદામા ક્ષત્રપ તરીકે રહ્યા. જ્યારે યશોદામા પ્રથમ, વિજયસેન, દામજદશ્રી ત્રીજે, રૂકસેન બી,વિશ્વસિંહ, ભદામા અને વિશ્વસેન એ બધા એક પછી એક મહાક્ષત્રપ થયા.
તે પછી રૂદ્રસિંહ બીજે, યશદામા બીજે, સ્વામી રૂદ્રદામા બીજે અને સ્વામી રૂદ્રસેન ત્રીજો અને સ્વામી સિંહસેન ગાદીએ આવ્યા. સ્વામી સિંહસેન એ રાજા રૂદ્રદામા બીજાને ભાણેજ થતા હતા.
સ્વામી સિંહસેન પછી તેના પુત્ર સ્વામી રૂદ્રસેન ચોથે, તેને ભાઈ સ્વામી સત્યસિંહ, અને સ્વામી સત્યસિંહને પુત્ર સ્વામી રૂદ્રસિંહ ત્રીજે ગાદીએ આવ્યા. તે બધા મહાક્ષત્રપની પદવી જોગવતા હતા. સ્વામી રૂદ્રસિહ ત્રીજે એ રૂદ્રદામાની ગાદી ઉપર છેલ્લે ક્ષત્રપ રાજા ગણાય છે. વચલા બીજા રાજાઓની રાજ અમલની પૂરી અવાંતર વિગત મળતી નથી. છેલ્લા મહાક્ષત્રપ સ્વામી રૂદ્રસિંહ ત્રીજાના અવસાનની સાલ ઈ. સ. ૩૮૮ ની ગણાય છે. રૂદ્રસિંહ ત્રીજા પછી રૂદ્રદામાનો રાજ્ય વિસ્તાર ને ઉજજૈનની ગાદી. ચષ્ટનવંશીય રાજાઓ પાસેથી ચાલી ગઈ. ગુપ્તવંશી રાજાઓએ છીનવી લીધી.
રૂદ્રસિંહ ત્રીજે બહુ દુરાચારી હતો અને તેના ઉપર ગુપ્તવંશના સ્કંદગુપ્તના પ્રતાપી પુત્ર ચંદ્રગુપ્ત ચડાઈ કરીને તેને કપટથી મારી નાખે.
અલબત તેને લડાઈમાં મારી શકાયું ન હતું. પરંતુ રૂદ્રસિંહ બહુ વિષયાંધ હોવાથી તે ધ્રુવદેવી નામની એક સુંદરી ઉપર મોહિત હતે. ચંદ્રગુપ્ત એ ધ્રુવદેવીને વેશ પહેરી રૂદ્રસિંહના આરામ ભવનમાં જઈ છળ કરી રૂદ્રસિંહને મારી નાખ્યો અને માળવ, તથા સુરાષ્ટ્રના રાજયે કબજે કરી પોતાના રાજ્યમાં મેળવી દીધા.
એ રીતે મહાક્ષત્રપ રુદ્રદામાએ અતુલ પરાક્રમથી મેળવેલે રાજ્ય વિસ્તાર રૂદ્રસિંહે વિષયાંધ બની ખોઈ નાખ્યો અને અષ્ટનવંશીય ક્ષત્રપ રાજાઓને નાશ થયા. ફરી તે રાજાઓમાંથી કેઈ ઉઠયું હોય એવો ઈતિહાસ નથી.
આ સંક્ષિપ્ત વિગતથી એમ સમજી શકાય છે કે મહાક્ષત્રપ રુદ્રદામાની ગાદી ઉપર તેજ કુટુંબના-ચષ્ટનવંશીય ક્ષેત્રના મોટા કે નાના ભાઈઓને અમલ–અધિકાર રહ્યો હતે. વળી એક ક્ષત્રપ કે મહાક્ષત્રપ પછી તેને ઉત્તરાધિકારી પણ તેજ પદવી જોગવી શકયે છે.
બીજી એક હકીકત એ મળે છે કે છેલ્લા ચાર રાજાઓ ચછનવંશની પુત્રીના વંશના રાજાઓ રૂદ્રદામાની ગાદીએ આવેલા છે.
આ રીતે રૂદ્રદામાના ગાદીવારસે–ઉત્તરાધિકારીએ કુલ ૨૯ થયા છે. તેમાં ૨૩ મહાક્ષત્રપ હતા અને ૬ ક્ષત્રપો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com