Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 47
________________ રાજા રુદ્રદામાને રાજ્ય અધિકાર રાજા રુદ્રદામાએ જીતેલા રાજે. તેની જૂનાગઢની પ્રશસ્તિ ઉપરથી તેના રાજ્ય વિસ્તારને પૂરો ખ્યાલ આવી શકે છે. તેણે પૂર્વઆકર, પશ્ચિમઆકર અને અવન્તિના પ્રદેશ જીતી લીધા હતા. અનૂપદેશ અથવા માહિતી કે માધાતા હાલનો નીમાડ વિભાગ તેણે કબજે કર્યો હતે. આનર્ત દેશ જે દ્વારકાની આસપાસને મુદ્રક અને મુરાદ્ધ-જૂનાગઢની આસપાસને મુલક તે પણ તેના તાબામાં હતા. બ્ર–સાબરમતીના કાંઠાને મુક, મરૂદેશમારવાડની ભૂમિ, કચ્છ જે કાઠીયાવાડ ને સિધની વચ્ચે પ્રદેશ તે પણ તેની સત્તા નીચે હતે. સિધુ-સાવીર દક્ષિણ સિંધની ખીણવાળા પ્રદેશ અને કુકુર–રાજપૂતાનાને અમુક ભાગ પણ તેણે જીતી લીધા હતા. અપરાન્ત-ઉત્તર કેકણુને પ્રદેશ, અને નિષાદ-વરાડ દેશ તેના રાજ્ય વિસ્તારમાં ગણાતા હતા. ચોધને ભાવલપુરવાળે પ્રદેશ આખે તેણે જીતી લીધું હતું. પશ્ચિમ વિધ્યાચળને મુલ્ક અને પુલુમારીના દક્ષિણના પ્રદેશે આંધ્ર વિગેરે પણ તેને હરાવીને રૂદ્રદામાએ પડાવી લીધા હતા. અર્થાત કચ્છ-કાઠીયાવાડને સિધના સમુદ્ર કિનારાથી માંડીને ગુજરાત, મારવાડ, રાજપૂતાના, માળવા અને પંજાબમાં સતલજ સુધીને ભાગ રૂદ્રદામાના છત્ર નીચે હતે એ ઉપરથી એમ કહી શકાય કે તે એક ચક્રવતી જેવો રાજા હતો. વળી તે કેવળ રાજા, લડવૈયે કે કેન્દ્રો હતો એટલું જ નહીં પણ કુશળ નીતિનિપુણ હાવા સાથે વિદ્વાન્ અને શાસ્ત્રપારંગત પણ હતો. આર્ય સંસ્કારોએ પણ તેના ઉપર સારી છાપ પાડી હતીપરિણામે તેણે યુદ્ધ સિવાય માનવહત્યા ન કરવી એવી પ્રતિજ્ઞા પણ કરી હતી અને જીવંતપર્યત પાળી હતી. તે શરીરે-દેખાવે સુંદર ને આકર્ષક પણ હતો અને એ શિલાલેખથી જણાય છે કે તેણે ઘણા સ્વયંવરમાં રાજકુંવરીઓની વરમાળા ધારણ કરી હતી. રાજા રુદ્રદામાના ઉત્તરાધિકારીઓ તેણે ઈ. સ. ૧૩૦ થી ૧૫૦ એટલે કુલ વીસ વરસ રાજ્ય કર્યું હતું. તેની રાજ્યવ્યવસ્થાને લીધે તેની પાછળ પણ બહુ લાંબા સમય સુધી ક્ષત્રપ રાજાઓના હાથમાં તેની ગાદી ટકી રહી હતી. રૂદ્રદામા પછી તેની જ ગાદી ઉપર ઉત્તરાધિકારી તરીકે તેના બે પુત્રો દામજદશ્રી અને રૂદ્રસિહ થયા. મોટે પુત્ર ગાદીવારસ થયો. તે રાજાનું ખાસ વર્ણન મળતું નથી, પણ તેના સિક્કાઓમાં “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ” કોતરેલું મળી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96