Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ ૩૩ રાજા રુદ્રદામાને રાજ્ય અધિકાર. સાથે બે વાર યુદ્ધો કરી તેને હરાવ્યું, પકડ્યો અને છોડી દીધો. પુલમાથીએ પિતાના પિતા પાસેથી જીતી લીધેલા ક્ષહરાતવંશના રાજાઓના તમામ મુકે રૂદ્રદામાએ પુલુમાયી પાસેથી પડાવી લીધા અને પોતાના રાજ્ય વિસ્તારમાં મેળવી દીધા. પુલુમાયી પાસેથી મેળવેલા મુલ્કોની વ્યવસ્થા કરી તે છેક ગેદાવરીના કિનારા સુધી ગયે, પૂર્વમાં વિધ્યાચળની પહેલી પારસુધી, ઉત્તરમાં રાજપૂતાના, પંજાબ, તથા સિંધના બધા પ્રદેશને યુદ્ધ કરી જીતી લીધા. ધેયો પર વિજય રાજપૂતાનાના છે તે વખતે પ્રબળ પરાક્રમી ગણાતા હતા. ત્રણસો વર્ષથી ચાલી આવતી ખૂનામરકી અને લડાઈઓમાં તેઓ હંમેશાં વિજયી રહ્યા હતા, અને પિતાનું અખંડ સ્વાતંત્ર્ય બહુ વીરતા પૂર્વક સંભાળી–સાચવી રહ્યા હતા. તેથી આખા દેશમાં ચૌધેયોની વીર તરીકે ગણના થતી. તેઓ પિતાના સિકકાઓમાં ભાલાધારી વીર યોદ્ધાની મૂર્તિ રાખતા, અને “ ચાઇનસ્થ ” એ પ્રમાણે કોતરાવતા. બહુ લાંબા કાળ સુધી અપરાજિત રહેવાને કારણે, ને બધા વિજયને પરિણામે તેઓ અત્યંત ઘમંડી ને મદમસ્ત થઈ ગયા હતા. તેમને કોઈ સત્તા દબાવી શકતી ન હતી, તેથી તેઓ અદમ્ય મનાતા હતા. તેમને રાજ્ય વિસ્તાર રાજપૂતાના, ભરતપુરથી માંડીને ભાવલપુરની સીમા સતલજના નીચેના પ્રવાહ સુધી જતો હતો. અત્યારનું જોહીયાવર એ ચોધેય નામનું સૂચક છે. આવા અદમ્ય, અપરાજિત અને મદેન્મત્ત ચોધેયોને પણ રાજા રુદ્રદામાએ જબરજસ્તીથી ઉખાડી નાખ્યા હતા અને ચાધેનો આખો મુલક કબજે કરી પિતાના રાજ્ય વિસ્તારમ મેળવી દીધો હતો. એ રીતે ઘણું રાજ્યો અને સૂબાઓને અધિપતિ થવાથી તેણે મહાક્ષત્રપનું બિરૂદ પણ ધારણ કર્યું હતું તેણે ઉજજૈન-માળવદેશ ઉપર પણ ચડાઈ કરી તેને જીતી લીધું હતું. સુરાદ્ધમાંથી રાજધાની ઉઠાવી લઈ ઉજજૈનમાં રાજધાની સ્થાપના કરી અને સુરાદ્ધના સંચાલન માટે ૫હુલવ જાતિના સુવિશાખ નામના સરદારને સૂબા તરીકે નીમ્યા. * મારતીય . હપતા પૃ. ૮૬૨. 1 ૧૧-૧૨ સર્વેક્ષેત્રાવિતવીરરાજ્ઞાનોત્સrવિપેચાન... ये ( यौधेय ) पंजाब के दक्षिण में बहावलपुर रियास्त के पास सतलुज नदी के किनारे राज्य करते थे । आजकल की कुछ सिक्ख रियास्ते और राजपूताने का ऊपरी भाग इनके अधिकार में था। गुप्तवंश का इतिहास पृ. ८७. + १२-यौधेयानां प्रसह्योत्सादकेन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96