Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 27
________________ શક જાતિનું મૂળ. ૧૭ બાકટ્રીયા એ પ્રથમ યવન રાજ્ય હતું, તેને સક-ત્રષિક તુખારેએ નષ્ટ કરી દીધું હતું. એ ઘટના છે. પૂ. ૧૬૦માં થઈ. જ્યારે ઈ. પૂ. ૧૨૮–૨ સુધી યુસિલેકે વંધ્યું નદીની ઉત્તર તરફ હતા, તે વખતે બાકીચા તે તાહીયા બની ગયું હતું. એટલે કે યવન રાજ્ય તે ઘણા વખત પહેલાં જ સમાપ્ત થઈ ચૂકયું હતું. અને તે પછી તરતજ કર્ષિકોએ વંસુનદીને પ્રદેશ કબજે કરી લીધો હતો. એ પ્રસંગ પછી–અર્થાત્ યવનરાજ્ય તૂટ્યા પછી યવનેને ભારતવર્ષમાં આવવાનું કારણ બન્યુ હોય તે તે તદ્દન સ્વાભાવિક છે. સાથે સાથે યવનેને જેમ ભારતમાં આવવાનું કારણ મળ્યું હોય તે યવનેએ પંજાબના માલવ ને શિવિ લોકો ઉપર હુમલા કર્યા , પરિણામે તાહીયા લેકેના હુમલાથી જેમ યવનેને ભારતમાં ભાગી આવવાની ફરજ પડી હોય તેમ ચવના હુમલાથી પંજાબના માલવ અને શિવિલકોને પંજાબમાંથી ઉજજૈન તરફ ભાગવું પડ્યું હોય. તે તો એમ કહેવું જોઈએ કે-કાન પ્રાંતથી જે જાતિની ઉથલપાથલ ને સંઘર્ષણ શરૂ થયા તેના આઘાત પ્રત્યાઘાત અને અસર ભારતવર્ષમાં ઠેઠ ઉર્જન સુધી પહોંચી. કારણ કે માલવ ને શિવિ લેકે પંજાબમાંથી ભાગીને ઉજજૈન-અવનિ પ્રદેશમાં આવ્યા. બીજી તરફ એજ ઉથલપાથલના કારણે સરદરયા-નદીને કાંઠે રહેનારા સક લોકોને પણ ભાગવું પડયું (મિશ્રદાત બીજાના વખતમાં) અને છેવટે તે તેમને પણ જૈનાચાર્ય કલકરિ સાથે ભારતવર્ષમાં સિન્ધ–સૈવીર ને સૈારાષ્ટ્રમાં ફરીને ઉજજૈન સુધી જવું પડ્યું છે જ અર્થાત્ એ બને જાતિઓ પાછી ત્યાંના સીમાડામાં આપસમાં ટકરાઈ, અર્થાત્ ચીનની દીવાલ બંધાવાથી જે લોકોને ટક્કર લાગી તે લકે બે ભાગમાં વહેંચાઈ જઈ તેજ બને સાતાવહનના રાજ્યની સીમામાં આવીને ભરાણી અને ત્યાં બનેએ ભેગા થઈ પિતાનું જોર અજમાવ્યું. શલેકેની પાર્થિવ રાજ્ય સાથે લડાઈ– ઉપર આપણે જોઈ ગયા કે સીરદરયા-નદીને કાંઠે સને રાજા સૈ—વાં કિપિનકપિશ-કંબોજ દેશમાં ભાગી ગયો હતો. તેના સગાસંબંધી-કુટુંબીઓ બધા છિન્નભિન્ન શીર્ણવિશીર્ણ થઈ ગયા હતા, બાકીયામાંથી પણ તેમને ભાગી જવું પડયું હતું. તેઓ ત્યાંથી ભાગીને હિંદૂકશ પાર કરી ભારતમાં ન આવ્યા એટલે કાબુલ-દૂનનું યવનરાજ્ય બચી ગયું. યવનરાજય હિંદમાં પણ તે વખતે આવી ગયું હતું. યુઈશિ પ્રજાના કશાનકુળના પુરૂષે રાજ્ય સ્થાપના કરી તે પહેલાં બાકટીયા અથવા બલખના યવન અને પાર્થિયા અથવા પશિયા ના પાર્થવ અથવા પલવ હિંદમાં ઘણું જૂના વખત થયા રાજ્યકર્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96