Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 35
________________ ૨૫ શકોકોનું ભારતમાં આગમન. દરમ્યાનને ગણી શકાય. સિધથી કાઠીયાવાડ વચ્ચેના વૃણિ કુકર વિગેરે સત્તાઓ શકલેકએ સ્વાધીન કરી લીધી. સૈારાષ્ટ્રમાં તેઓ ઠીક ઠીક રહ્યા. ચોમાસુ આવ્યુ હતું એટલે આગળ વધવું મુશ્કેલ હતું કચ્છ, સૌરાષ્ટ્રમાં તેમણે ખૂબ સત્તા જમાવી. સૈન્યબળ ને સાધન સામગ્રી પણ તૈયાર કરી. કહેવાય છે કે સેરાદ્ધને તે સરદારોની વચ્ચે વહેંચી લીધું હતું. અને પારસફળ” માં જે સાહીને ત્યાં આચાર્ય કાલકસૂરિ રહ્યા હતા તેને સે સરદારે-સૈરાષ્ટ્રના અધિપતિ નિ હતો. ક્ષત્રપ-મહાક્ષત્રપની યોજના સિન્ધમાં “શિકસ્થાન” ની સ્થાપના કર્યા પછી સૈરાદ્ધ તરફ કૂચ કરી ત્યારે રાજધાની તરીકે તે મીનનગર જ મુકરર હતું. ત્યાંના સત્તાધીશ તેમના અધીશ્વર-રાજા કહેવાતા. તે પછી જ્યાં જ્યાં તેમની સત્તા સ્થાપન થતી ત્યાં સૂબા કે વડાસૂબા નિમાતા. આગળ કહી ગમે તેમ સૂબાને સત્રપ કહેવામાં આવે છે અને સત્ર૫નું સંસ્કૃતરૂપ–ભારતીય ભાષામાં ક્ષત્રપ થાય છે. આ સૂબા કે ક્ષત્રપ અને વડાસૂબા કે મહાક્ષત્રપ બને બરાબર સમાનાર્થક શબ્દો છે. તે સૂબા ને વડાસૂબાની સ્થાપના થતી. શકસ્થાન પછી જ્યાં જ્યાં સત્તા તેમણે જમાવી ત્યાં ત્યાં ક્ષત્રપ અને મહાક્ષત્રપની નિમણુક થઈ. શકફળમાં સાહીઓ જેમ સાહાનસાહી (શહેનશાહ ) મિશ્રદાત બીજાને આધીન હતા તેમ અહિંના ક્ષેત્ર ને મહાક્ષત્રપો “શકસ્થાનના રાજાને આધીન કહેવાતા. ક્ષત્રપને હિંદમાં પ્રચાર– આ ક્ષત્રપ કે મહાક્ષત્રપનો પ્રચાર પહેલ વહેલા મહાવિજેતા એલેકઝાન્ડરના વખતથી શરૂ થયો છે. હિંદ ઉપર ઈ. સ. પૂ. ૩ર૭-૩૨૪ ના અરસામાં અલેકઝાંડરે લડાઈઓ કરી હિંદના ઘણા પ્રદેશ જીતી લીધા અને તેના સ્વદેશ તરફ પાછો ફર્યો ત્યારે તેણે જીતાયલા મુલ્ક ઉપર સવ નીમી પોતાના જીતાયેલા પ્રદેશોને મોટી પાંચ સત્રપીમાં વિભાજિત કરી નાખ્યા હતા. તે પાંચ સૂબાગીરી (સત્રપી) માં પાંચ સૂબાઓ નિમ્યા હતા. તેમાં એક સત્રપી તક્ષશિલામાં ક્ષત્રપ રીલિપ બીજી સત્રપ કાબૂલમાં ક્ષત્રપ નિકેનર જેની હદ બાકીયામાં આવેલા હિન્દુકુશના ઘાટ સુધી હતી. ત્રીજી સત્રપી સિંધમાં એજીનરને પુત્ર પિથન વિગેરે, એમ સત્ર નિમાયા હતા. આ સત્ર આસપાસના નાનાં મોટાં સંસ્થાનને દબાવી પિતાના ખંડીયા બનાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96