Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 38
________________ મહાક્ષત્રપ રાજા રદ્રદામા. વંશ તે વખતે વધારે ખ્યાતિ પામેલ ન હોવો જોઈએ અને ત્યાં સુધી વિશેષપણે તે કાર્દમક વંશના કહેવાતા હોવા જોઈએ એટલે કે મૂળ તે એ કાર્દામક વંશના હતા. વળી ચટ્ટનના પિતામહ ઝામેતિક (દસમેતિક, સામેતિક) સુધી તે ચછનવંશનું નામ નિશાનજ ન હતું. ચષ્ટનના પિતામહનું નામ ખરેખર શું હતું તે ઘણુ કાળ સુધી તે અજ્ઞાત અને સંશયાત્મક જ રહ્યું છે. તેને પહેલાં દસમેતિક કે સામેતિક કહેતા પણ પાછળથી બ્રાહ્મીલિપિ અને ખરેઝી લિપિમાં જેમ જેમ અન્વેષણ થતું ગયું ને ઉચ્ચારણનું જેમ જેમ સ્પષ્ટીકરણ થતું ગયું તેમ તેમ તેના વાસ્તવિક શબ્દોચ્ચારણે થવા લાગ્યા. અને મૂળ શબ્દમાં પરિવર્તને થતાં ગયાં. તેના પરિણામે પહેલાં જેને દસમેતિક કે સ્સામતિક કહેતા હતા તેને આજે ઝામેતિક કહે છે. કારણકે ઝને કહેવા માટે તે વખતે સ ને ઉપયોગ થતો હતો. અત્યારની શોધખેળ પ્રમાણે કામેતિક એ છેલ્લું ને પરિસ્કૃિતનામ ગણાય છે. કેટલાક વિદ્વાન સ્ત્રીનને સિલ્વનલેવી વિગેરે ભૂમક અને પ્રામેતિક બને એકજ છે એમ માને છે, અને દલીલ રજુ કરે છે કે ગ્રામેતિક એ શકશબ્દ છે અને તેમાં “ઝામ”ને અર્થ “ભૂમિ' એવો થાય છે એટલે ઝામેતિક ને સંસ્કૃત ભાષામાં અનુદિત કરવામાં આવે તે ભૂમક એવું નામ થાય, એટલે ભૂમક અને ઝામેતિક બને એકજ વ્યક્તિના નામાન્તર દેવા જોઈએ. વળી તે વખતે શક, પાર્થવ, કુશાન વિગેરે લોકો જેમ બને તેમ પોતાના વ્યવહારમાં આર્યત્વની છાપ લાવવા વિશેષ કોશીશ કરતા હતા એટલે સંભવ છે કે તેમણે તેમના નામે આર્યભાષા-સંસ્કૃતમાં ફેરવી નાખ્યાં હોય. વળી એ વખતે હિન્દને પશ્ચિમ ભાગ સુરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ વિગેરે હિન્દીરાજાના અમલ નીચે ઘણા વખતથી હતો એટલે એમની સાથે ભળી જવા માટે ઝામેતિકે પોતાનું નામ ભૂમક x રાખ્યું હોય. 1 एजानइ एय्सानइ. भारतीय. रूपरेखा पृ. ८१७ + This Ysamotika is evidently derived from the Saka word Ysama, earth'. I therefore agree with M. Sylvain Levi in identifying Ysamotika with Bhumaka, seeing in the latter name a clumsy attempt at translating the Saka name into Sanskrit. Kharoshthi Inscriptions. Cor. Ins. Indi. Vol. II. Pt. I. P. LXX. * ખરેછી ઇન્સક્રીપ્શન પૃ. ૭૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96