Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ શક જાતિનું મૂળ, કહે છે. લશ્કરમાં ભરતી થવા ઉપરાંત કઈ રાજ્યમાં સ્થાનિક ખાતે પણ તેઓ નાના નાના જમીનદાર તરીકે થઈ ગયા હતા. દરેક થાણાને આ સરદાર કે જમીનદાર તે “સાહી” કહેવાતો હતો. સીસ્તાનમાં સ્થિર થયા પછી તેઓ પાર્થવ સાથેની અથડામણે છોડી દઈ નિયં. ત્રણે અને બંધારણમાં શાંતિપૂર્વક એક પ્રજા તરીકે રહેવા લાગ્યા. પાર્થવ અથવા પહલવ લેના આચાર વિચાર રીતભાત અથવા સંસ્કૃતિને મોટે ભાગે તેમણે સ્વીકારી લીધું હતું. મિશ્રદાત બીજાના વખતમાં આ સોકે–સાહીઓના થાણા ઘણા જામી ગયા હતા. લગભગ તેઓ બધાં મળીને ૯૬ સાહીઓ હતા. પરન્તુ મિશદાત બહુ બળવાન અને પરાક્રમી રાજા હતા. તેણે પિતાના કાબુ નીચેના આ બધા સાહીઓને ખુબ દબાવ્યા, સાથે સાથે પિતાના રાજ્યની સીમા પણ ખૂબ વધારી. ઘણું દૂર દૂરના પ્રદેશ ઉપર પોતાની આણ વર્તાવી, દુશ્મનને મારીને ઝેર કર્યા. સકસાહીઓના વેરને પણ તે ભૂલ્યું ન હતું. ભૂતકાળમાં સકળાઓએ પહોંચાડેલુ નુકશાન અને તેના પિતાને સંહાર તેના મરણ બહાર ન હતું, તેણે એને સારી રીતે બદલે લીધે. તેણે પોતાના અતુલ પરાક્રમથી “રાજરાજેશ્વર”—“ “ક્ષાદાનાં ફા ”ની ઉપાધિ ધારણ કરી. આ પદવી પાર્થિવરાજાઓમાંજ પહેલા શરૂ થઈ અને તે મિશ્રદાત બીજાએ પોતાના રાજ્યકાળમાં ચાલુ કરી. * Cor. Ins. India Pt. 1, P. xx1. Palitical History of A. India. D. 351. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96