________________
v
મહાક્ષત્રપ રાજા કદામા.
નેવ સાહાનુસાડી ” કહેવાતા હતા. કાલકસૂરિ એક સાહીને ત્યાં રહ્યા અને જ્યાતિષ વિગેરેથી તેને પ્રસન્ન કર્યા.
એક વખત ‘ સાહી ’એના વડા +‘સાહાનુસાહી ’એ સાહીઓ ઉપર ગુસ્સે થઈ બધા સાહીઓને એકેક કટાર મેાકલી અને તેના ઉપર લખ્યુ કે “ આ કટારથી તમારાં માથાં કાપી મારી પાસે માકલાવા ” સાહી આ આદેશથી મુંઝાણા. આચાર્ય કાલકસૂરિ બહુ ચતુર હતા અને તે વખતે ત્યાં હતા. તેમણે આ બનાવનો લાભ લેવા ચાહ્યો. ફાલકસૂરિએ આ વાત જાણી તેમણે સાહીને સમજાવ્યે કે તમારે નિરર્થક આત્મઘાત શામાટે કરવા જોઇએ? તમે બધા મારી સાથે ચાલે, આપણે ભારતવષ માં હિંદુગદેશ તરફ્ ચાલ્યા જઇએ. તેણે ખીજા બધા સાહીઓને ભેગા કરી કાલકસૂરિને સંદેશ સંભળાવ્યેા. સા સમ્મત થયા અને તે કુલ છન્નુ–૯૬ સાહીએ એક સાથે જ્યેાતિધર
"
86
સાથે સાથે “ કુળ શબ્દ માટે પણ ઘણા મતભેદ છે. અમુક વિદ્વાન દીધ કારવાળા મૂળ શબ્દ વાસ્તવિક માની તેને કિનારા એવા અ કરે છે જ્યારે પ્રાચીન પાથીઓમાંપ્રતામાં કુળ શબ્દ માટે ભાગે હ્રસ્વ ઉકારવાળા મળે છે.
'
*
..
મારી માન્યતા પ્રમાણે તેમાં કોઇ એક જ વિચાર નિશ્ચિત કરવા વ્યાજ્મી નથી, તે બન્ને કુળ શબ્દો ઠીક છે. કાઇ સ્થળે દેશવાચક શબ્દ સાથે ‘કૂળ ’શબ્દ દીકારવાળા ઉપયુક્ત છે. જેમકે ‘પારસકૂળ.’ કારણકે અહીં કિનારા વાયક ‘ કૂળ ' શબ્દના સંબંધ યથા છે. પારસદેશ અને કૂળ=દરીયા કિનારા; બલ્કે અહીંયા પારસકુળ શબ્દ અસંગત થઇ પડે છે.
,
જ્યારે ‘ શક' કે ‘ સાહી ' એ વ્યક્તિવાચક શબ્દો ગણી શકાય. એટલે કે જે વ્યક્તિ વાચક શબ્દ ‘ શક ' કે ‘ સાહી ' લેવામાં આવ્યા હોય તે સમૂહ-જાતિવાચક ‘કુળ ’ શબ્દ તેની સાથે ઉપર્યુક્ત તે યથાર્થ ગણાય. ‘ સાહીકુળ, ' ‘ શકકુળ ' વિગેરે. ઉલ્ટુ વ્યક્તિવાચક શબ્દ સાથે કિનારાવાચક શબ્દોના મેળ અણુઘટતા થઇ પડે છે. એટલે કે દેશવાચી શબ્દ સાથે કિનારાવાચક ‘ કૂળ ' શબ્દ અને વ્યક્તિ વાચક શબ્દ સાથે સમૂહજાતિવાચક ‘ કુળ ′ શબ્દ લગાડવામાં આવે તેા ઉપયુક્ત અર્થા મળી આવે; ‘ પારસકૂળ ' અને ‘ સાહીકુળ ' એ બન્ને શબ્દો લેવાથી અ તેા એજ નિકળે છે કે આચાર્ય. કાલસૂરિ સિંધુ નદીને પાર કરી પારસકૂળ—ફારસદેશમાં ગયા, ત્યાં સાહી સાથે રહ્યા
.
અને તેમના ઉપર પ્રભાવ પાડ્યો.
* રાજાઓના રાજા, રાજરાજેશ્વર, રાજાધિરાજ, શહેનશાહ.
+ આ સાહાનુસાહી તે મિથ્રદાત બીજો પાથવરાજા હતા. તે ` ખાન રાજાના ઉત્તરાધિકારી હતા. તેણે પાતાના પિતાનું વેર વાળવા શક લેકાનુ નિકંદન કાઢવાની યુક્તિ રચી હતી. તે એટલા બધા પરાક્રમી હતા અને સાહીઓને એટલા સત્ત્વહીન બનાવી મૂકયા હતા કે ૯૬ સાહીએ પણ તેની સાથે માથુ ઉંચકી શકયા ન હતા. તેણે આ કટાર માકલીને પિતાનું પૂરૂ વેર વાળ્યુ. તેને ઇરાદા તે બધાને નષ્ટ કરવાના હતા, પરન્તુ આચાર્ય' કાલકસૂરિએ તેમને બધાને સાથે લીધા, તે તેમના
તારણહાર બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com