Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ શક જાતિનું મૂળ. ૧૩ બાક્સ્ટ્રીયા એ તાહીયા લેાકેાના દેશ હતા. તાહીયા લેાકેાની ત્યાં મોટી વસાહત હતી. તાહિયા લેાકેા શાંતિપ્રિય વ્યાપારીઓ હતા. તેમની સાથે સક્લેાકેા પણ પડાવા નાખીને રહ્યા હતા. તે અન્ને સાથે યુઈીશ લોકોએ લડાઇ કરી. તેમને હરાવ્યા. યુઇશિઆના માર ખાવાથી વળી પાછા સક ટાળાએ વેર વિખેર થઈને નાઠા, ને નવી વસાહત શેાધવામાં ગુંથાયા. અને ચુઇશિએએ ત્યાં તાડીયા લેાકેાની જમીન કબજે કરી તેમના પર સત્તા જમાવવા માંડી. આ રીતે યુશ અને સૈ લેાકેાનું બાકટ્રીયામાં જોડાણુ થયુ. અને તાહીયા ઉપર સત્તા જમાવી ચુઇશ લેાકેા તેમના રાજા થઇ બેઠા. તાહીયા લેાકેા ચીનની ઉત્તર સીમામાંથી આકટ્રીયામાં કયારે, કેવી રીતે, ને શા માટે આવ્યા તે તેા ઇતિહાસથી ખાસ જાણી રાકાતું નથી. પણ એટલું તે નિશ્ચિત થઈ શકે છે કે તે લેાકેા ચીનની મેાટી પ્રસિદ્ધ દીવાલની શરૂઆત વખતે જેમ ચુઇશ કે ભ્રૂણુ લેાકેાને ભાગવુ પડયું હતું તેમ તેની સાથે સાથે આ તાહીયા લેાકેાને પુણ્ ભાગવું પડયું હશે. તાહીયા લેાકેા સ્વાભાવિક રીતે એશ-આરામી ને વ્યાપારી હતા, વળી સભ્ય પણ હતા. તેમને લડાઈમાં ન રસ હતા ન ગારવ હતું. એટલે યુઇશિ લોકોએ તેમના ઉપર સત્તા જમાવવા માંડી અને તાહીઆ લેકેએ તેમનું આધિપત્ય બહુ સરળ રીતે સ્વીકારી પણ લીધું. ઐતિહાસિકાનું એમ પણ માનવું છે કે સુગ્ધદેશ તથા સીરદરયા-નદીને પેલે પાર · અસિ · · અસિયાન ‘તુખાર ’ ને ‘ અસરાલ ’ નામની જ ંગલી-કુન્દી ભટકતી 9 × કાનસ સીમાન્તના જે પ્રદેશને, પ્રાચીન ચીની ઇતિહાસકારાએ તાહીયા કહ્યું છે. તેનુંજ નામ સાતમી શતાબ્દિમાં બૌદ્ધયાત્રી ‘ સ્વાન સ્વાંગે ’ ‘ તુહુલા ’ લખ્યું છે. અને આરબ લેખકાએ તેજ પ્રદેશને તુખાસ્તિાન તરીકે એળખાવ્યા છે. ' તે સાથે સાથે વાન સ્વાંગ વિગેરે એ તાહીયા લેાકાને જેમ શાંતિપ્રિય વ્યાપારી તરીકે એળખાવ્યા છે તેવીજ રીતે મધ્યકાલીન લગભગ તેજ અરસાના ) આમ લેખકાએ તુખારાને શાંતિપ્રિય વ્યાપારી તરીકે બતાવ્યા છે. એટલે વિચાર કરતાં એમ નક્કી થઇ શકે છે કે-ચીની લોકોનું ‘તાહીયા’ સ્વાન સ્વાંગનુ ‘તુહુલા ’ અને અરબ લેખકાનું તુખારિસ્તાન કે તુખાર લેાકેા એ ત્રણે એકજ પ્રદેશ અને એકજ જાતિને તાવનારા ભિન્ન ભાષાના ભિન્ન શબ્દાંતરેાજ માત્ર છે. અર્થાત્ તાહીયા તુલા અને તુખાર એ Rice, ઓવન તે ચાવજી ની માક એકજ વસ્તુ છે. જર્મન વિદ્વાન માવા આ સિદ્ધાંત ઉપર સ્થિર થાય છે. અલબત કેટલાક વિદ્વાના આ મન્તવ્યથી જુદા પડે છે. પરંતુ કેટલાક વિવરણુ ને ઘટના ઉપર વિચાર ચલાવ્યા પછી તે ત્રણે એકજ છે એ મત વધારે વાસ્તવિક ને યુક્તિયુક્ત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96