________________
વિવેચન : ભાગ-૧
૨૩
ઈક્કિમ પરં ભંગા II૧૯ll ભાવાર્થ - રરના બંધ ૬ ભાંગા, ર૧ના બંધે ૪ ભાંગા. ૧૭, ૧૩, અને ૯ના બંધના ૨-૨, ભાંગા તથા પાંચઆદિથી ૧,ના બંધ સુધી ૧-૧- ભાંગો હોય છે. ૧૬ ' વિશેષાર્થ - મોહનીય કર્મના બંધસ્થાને ભાંગાઓનું વર્ણન (૧) રર પ્રકૃતિના બંધસ્થાને :- ૬ ભાંગા થાય છે (૧) હાસ્યરતિ-પુરૂષવેદ (૨) હાસ્યરતિ-સ્ત્રીવેદ (૩) હાસ્યરતિ-નપુંસકવેદ (૪) અરતિ-શોક-પુરૂષવેદ (૫) અરતિશોક-સ્ત્રીવેદ(૬) અરતિ-શોકનપુંસકવેદ હાસ્યરતિ અથવા અરતિશોક તથા ત્રણ વેદ આ પ્રવૃતિઓ પરાવર્તમાનરૂપ હોવાથી તથા પ્રતિપક્ષી હોવાથી વિકલ્પ બંધાય છે તેથી ભાંગા પડે છે. (ર) ૨૧ના બંધસ્થાને ચારભાંગા
(૧) હાસ્યરતિ-પુરૂષવેદ (૨) હાસ્યરતિ-સ્ત્રીવેદ (૩) અરતિશોક-પુરૂષવેદ (૪) અરતિશોક-સ્ત્રીવેદ
આ બંધસ્થાને નપુંસકવેદ બંધાતો ન હોવાથી તેના ભાંગા થતા નથી (૩) ૧૭ પ્રકૃતિના બંધસ્થાને બે ભાંગા
(૧) હાસ્યરતિ - પુરૂષવેદ (૨) અરતિ-શોક-પુરૂષવેદ
આ બંધસ્થાન ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે હોય છે. (૪) ૧૩ પ્રકૃતિના બંધસ્થાને ૨ ભાંગા
(૧) હાસ્યરતિ - પુરૂષવેદ (૨) અરતિશોક - પુરૂષવેદ
આ બંધસ્થાન પાંચમા ગુણસ્થાનકે હોય છે. (૫) ૯ પ્રકૃતિના બંધસ્થાને ર ભાંગા
(૧) હાસ્યરતિ - પુરૂષવેદ (૨) અરતિ-શોક - પુરૂષવેદ
આ બે ભાંગા છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અરતિ-શોકનો અંત થતા સાતમા અને આઠમા ગુણસ્થાનકે હાસ્ય-રતિ પુરૂષવેદરૂપ ૧ભાંગો હોય છે. ૫, ૪, ૩, ૨, અને ૧, આ પાંચ બંધસ્થાને અનુક્રમે ૧, ૧ ભાંગો હોય છે આ રીતે કુલ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનના ૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ ભાંગા થાય છે