Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 11
________________ આપે એવું બને. તેથી જીવનનું સાતત્ય હોવું જોઈએ એમ કેન્ટ સ્વીકારે છે. માર્ટિનો કહે છે કે આપણી બુદ્ધિ અને અંતરાત્મા પોતાના માટે અને પાપ-પુણ્યના ન્યાય માટે ભવિષ્યની જિંદગીની ધારણા ઊભી કરે છે. અલબત્ત, અહીં પુનર્જન્મનો સ્પષ્ટ સ્વીકાર નથી. પરંતુ મૃત્યુ પછી જીવન છે, એટલું કહીને અમરતાને રજૂ કરાઈ છે. બે સંસ્કૃતિઓ : પ્રાચીન રોમમાં વીલ વગર માણસ મરી જાય, તો તેની નિંદા થતી. માણસ નિ:પુત્રિક મરે, તો અધોગતિ થાય એવી માન્યતા પ્રચલિત હતી. મરી ગયા પછી કોણ ખવડાવશે, એ એક ચિંતા. (૨) મૃત્યુ પછી નવો જન્મ કેવો? (૩) ફરી વાર જન્મ ન લેવો પડે તે માટે શું કરવું, - કઈ રીતે જીવવું, એનું ચિતંન. આ ત્રણેનું ચિંતવન આપણી સંસ્કૃતિમાં સૌથી વધારે થયું છે. શ્રાદ્ધ-તર્પણ, પુનર્જન્મ અને મોક્ષનું મહત્વ આપણી સંસ્કૃતિમાં નિ હિત છે. રોમનોમાં ઈહલોકની ચિંતા વધારે. પોતાના મરણ પછી લોકોને હેરાન ન થવું પડે, માટે પોતે જ વીલ કરવું. જ્યારે આપણી સંસ્કૃતિમાં સાંપરાય” એટલે કે પોતાના મૃત્યુ પછી પોતાની સ્થિતિની ચિંતા વધારે. ESCHATOLOGY: અંગ્રેજીનો અદ્ભુત શબ્દ છે. ઓછો પરિચિત છે. એનો સાદો અર્થ છે: The Doctirne of the last or final things, as death, judgment, the state after Death. અર્થાત્: મૃત્યુ પછીની અવસ્થા, મૃત્યુ પછી ફેંસલાનો દિવસ, જેવી છેવટની, આખરી અને અંતિમ બાબતો વિષેનો સિદ્ધાંત. પરંતુ એ શબ્દનાં સૂચિતાર્થ, ગર્ભિત અને વ્યાપક છે. એસકેટોલોજી એટલે મૃત્યુ પછીના જીવનમાં માન્યતા ધરાવનાર, સમર્થન આપનાર વિજ્ઞાનનો સિદ્ધાંત: Science that believes that there is life after Death! પશ્ચિમની કેટલીક પ્રાચીન તેમજ અર્વાચીન ધારણાઓ : પ્રાચીનતર તત્ત્વવેત્તાઓમાં થાલેસ, એનાક્ષીમેંડર, એનેક્ષીમેનેસ, પાયથાગોરસ, કસેનોફેનસ, હિરાલિકટસ, પારમેનીંડસ, એમ્પીડોકિલસ, ઝેનો વગેરે હતા. એનાક્ષીમેન્ડર, પાયથાગોરસ અને હિરાલિકટસ એક જ પ્રકારની વૈચારિક ગતિની પ્રક્રિયામાં સંકળાયેલાં હતાં એમ કહી શકાય. હિરાલિકટસ : (ઈ. સ. પૂર્વ ૨૩૨ થી પહેલાં) ઉપનિષદકારો ની જેમ સૂત્રાત્મક ચોટદાર ભાષામાં વિચારો વ્યક્ત કરનાર જન્મ પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 170