Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 10
________________ વેદનુ પ્રામાણ્ય અમુક અંશે સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક મટી આસ્તિક ગણાવા લાગ્યા; અને જૈન, બૌદ્ધ જેવા જે પક્ષો વેદનું પ્રામાણ્ય તદ્દન ન જ સ્વીકારતા, તે ‘નાસ્તિક' વર્ગમાં ગણાયા. પાછળથી અમુક મત સમ્યક્ દષ્ટિ અને અમુક મત મિથ્યાદષ્ટિ એવા શબ્દપ્રયોગ પણ થયાં. વૈદિક દર્શનોના આચાર્યો જૈન દર્શનને નાસ્તિક ગણી તેનું ખંડન કરી ગયા છે, પણ તે યથાર્થ નથી. વસ્તુત: જૈનદર્શન કર્મ, પુનર્જન્મ, મોક્ષ આદિ તત્ત્વોમાં શ્રદ્ધા ધરાવતું હોવાથી તેને નાસ્તિક કહી શકાય નહિ. બૌદ્ધ દર્શનને પણ આ અર્થમાં નાસ્તિક ન કહી શકાય. જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય-વૈશેષિક વિગેરેની દૃષ્ટિએ ચૈતન્ય કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારાયું છે. જો કે તત્ત્વજ્ઞાનની ભૂમિકા પર દરેકની માન્યતામાં પરસ્પર ભેદ તો છે જ. જૈન, સાંખ્ય અને યોગ આ વિષયમાં મહદંશે સમાંતર-સમાન દષ્ટિકોણ ધરાવે છે. આ બધા દર્શનો અનુસાર, આત્મા અથવા જીવ પોતાનું સાતત્ય-પૃથત્વ જાળવી રાખે છે અને પોતાના કર્મ-સંસ્કાર પ્રમાણે સંસારની એક વણથંભી યાત્રા કરતો રહે છે. પુરાણા સમયમાં ચાર્વાક (લોકાયત) જેવું દર્શન હતું, જે પૂરેપૂરા અર્થમાં નાસ્તિક હતું. આજે વિજ્ઞાનને પણ નાસ્તિક કહેવાય છે. પરંતુ આજે વિજ્ઞાનના વર્તુળોમાં પણ એક જુદો સૂર સંભળાતો થયો છે. સામાન્ય જનતામાં વેદપ્રામાણ્યનો મુદ્દો હવે ઓછો રહ્યો છે. ઈશ્વરમાં કે કર્મમાં માનવા-ન માનવાનો મુદ્દો વધુ આગળ રહે છે. આસ્તિક-નાસ્તિક નામના વર્ગો આજે પણ દરેક દેશમાં છે. આ ચર્ચા યુગોથી ચાલુ છે. Some Orient Scholars translate Nastika as Atheist. But if this meaning is applied to Jainism and Budhism, because they reject an anthropomorphic God, then it should be applied also to many of the orthodox schools. The Sankhya philosophy for example denies God as Creator, yet it is held to be orthodox. ઈશ્વર, સ્વતંત્રતા અને અમરતા વગેરે મુદ્દા પણ કર્મ, મૃત્યુ, જન્મ સાથે સંકળાયેલા છે. પશ્ચિમના ફિલ્મ્સફો નીતિશાસ્ત્રની ગૃહીત માન્યતા તરીકે આ મુદ્દાને સ્વીકારે છે. શુદ્ધ તર્ક દ્વારા માનવી ઈશ્વરને સાબિત કરી શક્યો નથી. સ્વતંત્રતા એટલે પુરુષાર્થની સ્વતંત્રતા. મનુષ્યમાં કર્તવ્યની ભાવના રહી છે, જે બિનશરતી Unconditional છે. સદ્ગુણ સુખ ન આપે તો પણ મનુષ્ય સદ્ગુણનું આચરણ કરે છે! ત્રીજી માન્યતા અમરત્વની. નીતિમય જીવન, સદ્ગુણનું આચરણ વગેરેનું સુખદ પરિણામ વર્તમાન જન્મમાં ન મળે એવું પણ બને. પરંતુ શુભકર્મ ક્યારેય એળે જતું નથી. એ પછીના કોઈ જન્મે પરિપક્વ થઈને-ઉદયમાં આવીને સુખ જન્મ પુનર્જન્મ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 170