Book Title: Janma Punarjanma Author(s): Nemchand Gala Publisher: Shantaben Nemchand Gala View full book textPage 9
________________ ' કહેવાયા. આસ્તિક અને નાસ્તિક શબ્દનું આ જ અર્થઘટન હતું, બીજો કોઈ અર્થ અભિપ્રેત ન હતો. કાળક્રમે ઈશ્વરની માન્યતાનો પ્રશ્ન ઉદભવ્યો. એક પક્ષ માનતો હતો કે ઈશ્વર છે અને તે સૃષ્ટિને કર્તા છે. બીજો પક્ષ માનતો કે કોઈ અલગ સ્વતંત્ર ઈશ્વર જેવું તત્ત્વ નથી. અને હોય તો પણ સૃષ્ટિના સર્જન સાથે એને સંબંધ નથી. આ બંને પક્ષોની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી અને ત્યારે આસ્તિક-નાસ્તિક એ બે શબ્દો, જે એક કાળે પુનર્જન્મ સમર્થક અને પુનર્જન્મ વિરોધી માટે જ વપરાતા, તે ઈશ્વરવાદી અને ઈશ્વર વિરોધી માટે વપરાવા લાગ્યા. શબ્દોનો સંદર્ભ બદલાઈ ગયો, તેના અર્થનો વિસ્તાર થયો, - ઈશ્વરના અસ્તિત્વ નાસ્તિત્વ સુધી... હવે ખૂબી એ થઈ કે પુનર્જન્મમાં માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ઈશ્વરને ન માનનાર- એવા બે પક્ષ પડી ગયા. હવે પોતાને ‘આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પોતાની પરંપરાના જ બે ભિન્ન પક્ષ હતા, અને તે વખતે આસ્તિક શ્રેણીના પુનર્જન્મમાં માનનાર પક્ષને પણ ઈશ્વરમાં ન માનતા હોઈ, પોતાને નાસ્તિક' તરીકે ઓળખાવવાની ફરજ પડી, અથવા સામા પક્ષે એમને એ રીતે ઓળખાવ્યાં. અહીં સુધી પણ એ શબ્દોની પાછળ માનવું, ન માનવું એ સિવાય બીજો કોઈ ભાવ ન હતો. પુનર્જન્મવાદી આર્ય પુરુષોએ, પોતાના જ આસ્તિક પક્ષના વર્ગને પોતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે, એટલું જ દર્શાવવા નાસ્તિક કહ્યાં. - આ અર્થમાં, સાંખ્ય, મીમાંસક, જૈન અને બૌદ્ધ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા. આ દર્શનોના અભિપ્રાય સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી. વળી એક બીજો પ્રશ્ન શાસ્ત્રના પ્રામાણ્યનો ઊભો થયો. વેદની ‘શાસ્ત્ર' તરીકે પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. એક મોટો પક્ષ પુનર્જન્મને માનનાર અને ઈશ્વરને માનનાર તથા વેદનું સંપૂર્ણ પ્રામાણ્ય સ્વીકારનાર હતો; સાથે એવો જ મોટો અને પ્રાચીન પક્ષ પણ હતો, જે પુનર્જન્મમાં માનતો, વેદનું પ્રામાણ્ય સ્વીકારતો અને છતાં ઈશ્વરતત્વમાં ન માનતો. હવે અહીં આસ્તિક નાસ્તિક શબ્દોનો ભારે ગોટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જો નાસ્તિક કહેવામાં આવે, તો પુનર્જન્મ અને વેદપ્રામાણ્ય સ્વીકારનાર પોતાના સગાભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવો પડે, એટલે મનુમહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની વ્યાખ્યા ટૂંકાવી દીધી, અને તે એ કે વેદનિંદક હોય, તે નાસ્તિક. આ હિસાબે જે નિરીશ્વરવાદી હોઈ નાસ્તિક ગણાતા હતા, તે સાંખ્ય લોકો પણ જન્મ પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 170