Book Title: Janma Punarjanma Author(s): Nemchand Gala Publisher: Shantaben Nemchand Gala View full book textPage 7
________________ ૐ મહાવીરાય નમ: માંગલિક વારસો સમયનાં વિશાળ ફલક પર એશિયાખંડ - તેમાં મુખ્યત્વે ભારતે અનેક તીર્થંકરો, સંતો, મહર્ષિઓ, તત્ત્વચિંતકો, યોગીઓ, સાધકો, યુગપ્રવર્તકો અને શાસ્ત્રવેત્તાઓની જગતને ભેટ આપી છે. પુણ્યપુરુષોનો અમૂલ્ય વારસો હજી ક્રિયામાણ છે. ન વારસાનાં ચાર પ્રકારમાં શારીરિક, સાંપત્તિક અને સાંસ્કૃતિક વારસા સ્થૂળ ઈન્દ્રિયોથી ગમ્ય છે. જયારે ચોથો વારસો છે : આધ્યાત્મિક મંગલસ્વરૂપ વારસો. આ માંગલિક વારસો ન હોય તો ત્રણ વારસાઓથી સાધારણ જીવન જીવાય પણ તેથી કોઈ ઉચ્ચ પ્રકારનું - ધન્ય જીવન ન બને. એ જ આ ચોથા વારસાની વિશેષતા છે. જે માણસને પ્રજ્ઞા - ઈન્દ્રિય પ્રાપ્ત હોય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય, તે જ આ વારસાને ગ્રહણ કરી શકે છે. બીજાં વારસાઓ જીવન દરમ્યાન કે મૃત્યુ સમયે નાશ પામે છે. જયારે માંગલિક વારસો કદી નાશ પામતો નથી. એક વાર એ ચેતનામાં પ્રવેશ્યો એટલે જન્મજન્માંતર ચાલવાનો; એનો ઉત્તરોતર વિકાસ થવાનો, અને તે અનેક જીવોને સંપ્લાવિત - તરબોળ કરવાનો. આપણે કોઈ એવી પરંપરામાં જનમ્યાં છીએ કે જન્મતાંવેંત જ આવા માંગલિક વારસાનાં આંદોલનો આપણને જાણે - અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ ન કરી શકીએ; યથાર્થરૂપમાં સમજી ન શકીએ, કદાચ એમ પણ બને. પણ આ માંગલિક વારસાનાં આંદોલનો, સંતો - તીર્થંકરોનાં સહવાસી પુદ્ગલ - પરમાણુઓ આપણી ભૂમિમાં સહજ છે. अग्नो प्राप्तं तुं पुरुषं कर्मन्वेति स्वयंकृत्तम् । तस्मात् पुरुषो यत्नाद् धर्म संचिनुयाच्छनः ॥ અર્થાત્ : અગ્નિદાહ પ્રાપ્ત મનુષ્યની સાથે કેવળ એના સંચિત કર્મો જ જાય છે. તેથી માણસે પ્રયત્નપૂર્વક સુકૃત્યો (ધર્મ) નો સંચય કરવો ઘટે. • મહાભારત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170