Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 6
________________ સહજ સ્ફુરણા... પૂજ્ય ડૉ રમણભાઈ ચી. શાહ તથા પ્રા. તારાબેન ર. શાહની પુનિત પ્રેરણાથી જન્મ પુનર્જન્મ, ગ્રંથરૂપે પ્રગટ થાય છે. અખિલ ભારતીય જૈન સાહિત્ય સમારોહ ૧૯૮૯ - પાલીતાણા મધે આ વિષય નિબંધરૂપે રજૂ થયો. તેમજ જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલના ઉપક્રમે તથા બિદડા નિસર્ગોપચાર શિબિર વ્યાખ્યાનમાળામાં પ્રવચનો થયાં. ‘પગદંડી’ માસિકમાં ફેબ્રુઆરી ૧૯૯૧ થી માર્ચ ૧૯૯૨ સુધી, જન્મ - પુનર્જન્મ ધારાવાહિક લેખમાળા પ્રગટ થઈ. ‘સંકલ્પ' માસિકમાં કેટલાક અંશ હપ્તાવાર પ્રગટ થયાં. પૂ. આચાર્ય ભુવનચંદ્રજી મહારાજે અથાગ પરિશ્રમ લઈ લેખમાળા ઍડીટ કરી. એમની અંતરની ઈરછા હતી કે ગ્રંથરૂપે આકાર પામે. પૂજ્યશ્રીનાં આશિષ અને ઈશ્વરનો સંકેત કૂળીભૂત થયાં. કેટલીક અકલ્પ્ય ઘટનાઓએ મને આ વિષયમાં રસ લેવા પ્રેર્યો. સ્વ. પૂજય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીનાં ત્રણ દાયકાનાં સત્યસંગમાં આવા અનેક વિષયોમાં પૂજ્યશ્રીના વિશદ્ ચિંતન, સંશોધન અને જ્ઞાનનો અપૂર્વ લાભ મળ્યો. મારા તંત્રીપદ દરમાન્ય પૂજયશ્રીનું ‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ ‘પગદંડી'માં ધારાવાહિક લેખમાળા રૂપે પ્રગટ કર્યું. કર્મ અને પુનર્જન્મ વિષયક સુજ્ઞ મિત્ર ડૉ. ગુણવંત શાહના ચિંતન-સંશોધન અને લખાણોનો લાભ લીધો છે. હું એમનો ઋણી છું. પ્રાચીન તેમજ અર્વાચીન ધારણાઓ, વૈજ્ઞાનિક સંશોધનો, ઘટનાઓ વગેરે અનેક પાસાંઓને માત્ર અંશથી સ્પર્શ કરી આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. વિસ્તૃત વિષયને નાનકડા કદમાં થોડું સમાવી શકાયું છે, ઘણુ બધું રહી ગયું છે. પ્રવેશિકારૂપે ઉપયોગી નીવડશે, તો આનંદ થશે. વિજ્ઞાનમાં આબિતીઓ છે, પણ અંતિમ સત્ય નથી. કોઈ શબ્દ આખરી માની ન લેવો. અધ્યાત્મમાં સાબિતીઓ નથી પણ અંતિમ સત્ય છે. સુજ્ઞ સન્મિત્ર શ્રી વિશનજી હરશીં ગાલા, સર્વશ્રી જેહાન દારૂવાલા, હૈદરખાન પઠાણ, કારાણી પરિવાર, ખુશાલ હરિયા, પોપટભાઈ (હિરજી) પ્રેમજી ગાલા, સુરેશ કે. સંઘવી, ગિરીશ રવજી શાહ, વલ્લભ ડી. ગાલા, સુનિલ સાવલા, ધર્મેન પડીયા, ચીમનલાલ કલાધર, કિશોર પારેખ, વિમલા પ્રિન્ટનાં ડૉ. પંકજ શાહ, નિલેશ અહિર, બાબુ રાવરાણે, આર્થિક સહયોગ અર્પનાર સૌ સજજનો તથા મારાં પત્ની, બાળકો ડૉ ધવલ, ડૉ શિલ્પા, પુત્રવધુ ડૉ ગીતા અને તમામ સહૃદયી મિત્રોનો હું ઋણી છું. સપનાંની પરી જેવી પૌત્રી ઈપ્સા કેમ ભૂલાય ? મુંબઈ તા.૧૮. ઑગસ્ટ ૧૯૯૨. નેમચંદ મેઘજી ગાલા એડવોકેટ, ‘તેજ કિરણ’, ત્રીજો માળો, નવરોજી હિલ રોડ નં. ૫, ડોંગરી, મુંબઈ - ૯. ટે. ૩૭૬ ૫૮ ૭૩ Jain Education International For Private & Personal Use Only લી. ગુણાનુરાગી નેમચંદ ગાલા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 170