Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
पजीवि
પદ્મશ્રી sì.
(જાણીતા સાહિત્યકાર જૈનદર્શનના ખ્યાતિપ્રાપ્ત ચિંતક, ગુજરાત, સમગ્ર ભારત અને વિદેશના અનેક ગૌરવવંતા પારિતોષિક-એવોર્ડ જેમને પ્રાપ્ત થયાં છે. શિક્ષણ સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલ કાર્ય માટે ભારત સરકાર તરફથી sì. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીનો ખિતાબ એનાયત અને તેઓશ્રી જિનશાસનનું ગુજરાતી સાહિત્ય પરિષદના
કરવામાં આવ્યો છે ગૌરવ વધારનાર તથા પ્રમુખ છે.)
મીરાં અને આનંદધનનાં પદ-સાહિત્યમાં પ્રભુમિલનનો તીવ્ર
તલસાટ અને ઉચ્ચ આધ્યાત્મજીવનના સંસ્કાર પ્રગટ થાય છે. મીરાંની કૃષ્ણભક્તિ જીવનના કોઈ આઘાતજનક બનાવમાંથી એકાએક પ્રગટેલી નથી, તે જ રીતે આનંદધનની વૈરાગ્યવૃત્તિ કોઈ સાંસારિક ઘટનાની ઠેસથી જાગી ઊઠેલી જણાતી નથી. આ સંતોના જન્મજાત સંસ્કારોમાં જ વૈરાગ્યનાં બીજ રોપાયેલાં હોય છે, જે સમય જતાં વિકાસ પામે છે.
--
કુમારપાળ દેસાઈ
આંતરરાષ્ટ્રીય
મીરાં અને આનંદધન અંગે એક સામ્ય પણ જોવા મળે છે. મેડતાની ભૂમિ પર મીરાંનો જન્મ થયો અને એ પછી આશરે સવાસો વર્ષ બાદ એ જ ભૂમિ પર આનંદધન વિચર્યા હશે. જ્યાં
જ્ઞાનધારા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
૧૧