________________
વાણીનું એટલું બધું કલેક્શન છે કે ભવિષ્યમાં એમના જીવનની વાતો ‘જ્ઞાની પુરુષ'ના વધુ ભાગમાં બહાર પાડી શકાશે.
આપણી પાસે જાતજાતની વાતોનું સુંદર કલેક્શન તો છે જ. બધી કેસેટો લખાઈ ચૂકી છે ને એમાંથી બેસ્ટ કલેક્શન મળ્યું છે ને સરસ મજાની ઝીણી ઝીણી એક-એક વાતો બહુ મહેનતથી શોધી કાઢીને મૂકાઈ છે. આ કાર્ય પાછળ ઘણી મોટી ટીમ છે, જેમાં બ્રહ્મચારી ભાઈઓ-બહેનો તથા કેટલાક મહાત્મા ભાઈઓ-બહેનો, દિવસ-રાત મહેનત કરે છે ને પાછા કેટલાય બીજા ડાયરેક્ટલી-ઈનડાયરેક્ટલી સહાયરૂપ થયા છે. આ બધાની મહેનતના પરિણામે આ સરસ વસ્તુ ઝડપથી બની શકી છે.
જ્ઞાની પુરુષ'ના આ ગ્રંથમાં આપણી પાસે દાદાશ્રીની બોલાયેલી વાણીનું જે કલેક્શન હતું, તેના આધારે બધું મેળવી-તપાસીને ચોકસાઈપૂર્વક સંપાદનની જવાબદારી અદા થઈ છે, છતાં આ પુસ્તકના સંકલનમાં જે ક્ષતિઓ રહી ગઈ હોય તે માટે સુજ્ઞ વાચકવર્ગ અમને ક્ષમ્ય ગણશો.
પરમ પૂજ્ય દાદાશ્રીનું આ જીવન ચરિત્ર જગતને સમર્પિત કરતા અમો ધન્યતા અનુભવીએ છીએ. આપણે સહુ મહાત્માઓ આ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરી, આ માનવમાંથી મહામાનવ બનેલા વ્યક્તિના ગુણોની પ્રસંશા-આરાધના કરીએ અને એને નકારાત્મક કે લૌકિક દૃષ્ટિએ ના મૂલવતા, એને પૉઝિટિવ અને અલૌકિક દૃષ્ટિએ મૂલવી ને એવા ગુણો અને વ્યક્તિત્વને આત્મસાત્ કરવાની ભાવના ભાવી, સ્વકલ્યાણના પુરુષાર્થ સાથે જગત કલ્યાણના મિશનમાં આપણે યથાયોગ્ય યોગદાન આપી કૃતાર્થ થઈએ એ જ અંતરની અભિલાષા સાથે આત્મભાવે પ્રણામ.
- દીપકના જય સચ્ચિદાનંદ
11