________________
મોક્ષે જતા સંસા૨ નડતો નથી, માત્ર અણસમજણ-અજ્ઞાન નડે છે. એ જ્ઞાન ગૃહસ્થજીવનમાં રહીને પોતે અનુભવ્યું અને બધા સંસારીઓને એ જ અનુભવજ્ઞાન આપી શક્યા.
આ વાણી જે અત્રે જીવન ચરિત્ર રૂપે આ ગ્રંથમાં સંકલિત થઈ છે, એની વિશેષતા એ છે કે તે બધી દાદાશ્રી પોતે બોલ્યા છે, ૧૯૬૮ થી ૧૯૮૭ સુધીમાં. અને પ્રસંગ જાણે ગઈકાલે બન્યો હોય, તેમાં પોતાને શું વિચાર આવ્યા, કયું જ્ઞાન હાજર થઈને આવું અવળું ચલાયું, એના કેવા માર પડ્યા, પછી કઈ સમજણ મહીં પ્રગટી ને સૉલ્યુશન (ઉકેલ) લાવ્યા. એવું આટલા બધા વર્ષો પછી પણ બધું કહી શક્યા છે. મોટી ઉંમરે પણ પોતે નાની ઉંમરથી માંડીને જીવનમાં બનેલા જુદા-જુદા પ્રસંગે શું બન્યું, પોતાને શું મહીં મૂંઝવણો ઊભી થઈ, પોતે એમાંથી કેવી રીતે બહાર નીકળ્યા તે બધું કહી શકવું અને પાછું જેમ છે તેમ, તે મોટી આશ્ચર્યકારી બીના કહી શકાય. દાદાશ્રી કહેતા કે જ્ઞાન થયા પહેલાં હું યાદશક્તિથી કહી આપું કે અમુક દિવસે આમ બન્યું હતું પણ વીતરાગ થયા પછી યાદશક્તિ રહી નહીં, તેથી કોઈ પ્રશ્ન પૂછે તો ત્યાં ઉપયોગ જાય ને દર્શનમાં અમને પૂર્વે શું બન્યું હતું એ તાદશ દેખાય, અને વાત નીકળે.
શરૂઆતના વર્ષોમાં પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગોની વાણી પૂજ્ય નીરુમા ડાયરીમાં ઉતારો કરી લેતા. ટેપરેકોર્ડર આવ્યા ત્યારથી ઓડિયો કેસેટમાં રેકોર્ડ કરી લેતા. એ કેસેટોની વાણી કાગળ ઉપર ઉતારી, એડિટિંગ કરીને ચૌદ આપ્તવાણી અને બીજા ઘણાં પુસ્તકોના સંકલન પૂજ્ય નીરુમાએ કર્યા હતા. પહેલેથી એમની દિલની ભાવના હતી કે આવા મહાન જ્ઞાની પુરુષની જ્ઞાની તરીકેની ઓળખાણ જગતને પહોંચાડવી છે, એટલું જ નહીં પણ એમનું જીવન ચરિત્ર બહાર પાડીએ ત્યારે લોકોને એમની વ્યવહાર જ્ઞાન સંબંધી સમજણ પ્રાપ્ત થાય કે એમની વ્યવહારિક જીવનમાં કેવી અદ્ભુત સમજણ હતી, જેથી જીવનમાં ભેગી થયેલી પ્રત્યેક વ્યક્તિ જોડે આદર્શ વ્યવહાર કરી શક્યા. આજે એ વાતનો આનંદ થાય છે પૂજ્ય નીરુમાની ભાવના પ્રમાણે જ્ઞાની પુરુષનું અદ્ભુત જીવન ચરિત્ર ‘જ્ઞાની પુરુષ’ ભાગ-૧ ગ્રંથ રૂપે જગતને અર્પણ થાય છે. દાદા શ્રીમુખે નીકળેલી વાણીમાં પોતાના જીવનની વાતો પોતે જ ખુલ્લી કરી છે. એ
10