Book Title: Gnani Purush Ppart 01 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Aradhana Trust View full book textPage 9
________________ લાગણીશીલ ને હાર્ટિલી સ્વભાવ, પરદુ:ખે પોતે થાય દુ:ખી; નિરીક્ષણ કરવાની ટેવે જાણ્યું, આ જગત છે પોલંપોલ ! જગત દિસે વિકરાળ ઉપાધિવાળું, તેથી ના થાય મોહ કે મૂછ; આખું જીવન જીવ્યા સમજણપૂર્વક, જાણ્યું રીપેમેન્ટવાળું છે જગત ! સાંભળેલા ને શ્રદ્ધેલા જ્ઞાને, પેઠો યમરાજનો ભય ને થઈ ઉપાધિ; વિચારણાથી ઊડી ખોટી શ્રદ્ધા, સમજાયું કે નથી “જમરો” કોઈ ! અજ્ઞાનથી મુક્તિ થઈ સાચા જ્ઞાને, સમજાયું સનાતન સત્ય; નથી કોઈ કર્તા કે ઉપરી, જગત ચાલી રહ્યું નિયમ આધીન ! ટીખળી સ્વભાવ ને ટીખળ કરવાની ટેવ, યુક્તિ અપનાવી કરી સળી; શોધી કાઢ્ય દંડ કોને? કોણ ગુનેગાર ? બચકાં શું કામ ભરો નિમિત્તને ? આંતરસૂઝે લાધ્યું જ્ઞાન, “ભોગવે એની ભૂલ” ને “બન્યું એ જ ન્યાય'; વિચારણાએ સમજાયું સાચું, હું નહીં પણ છે ‘વ્યવસ્થિત કર્તા ! અનેક પ્રસંગો જ્ઞાની બાળપણ કેરા, વાંચતા જ અહો ! અહો ! થાય; કેવા વિચક્ષણ-જાગૃત સ્વાનુભવમાં, કોટિ કોટિ વંદન સહેજે થઈ જાય !Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 480