________________
લાગણીશીલ ને હાર્ટિલી સ્વભાવ, પરદુ:ખે પોતે થાય દુ:ખી; નિરીક્ષણ કરવાની ટેવે જાણ્યું, આ જગત છે પોલંપોલ ! જગત દિસે વિકરાળ ઉપાધિવાળું, તેથી ના થાય મોહ કે મૂછ; આખું જીવન જીવ્યા સમજણપૂર્વક, જાણ્યું રીપેમેન્ટવાળું છે જગત ! સાંભળેલા ને શ્રદ્ધેલા જ્ઞાને, પેઠો યમરાજનો ભય ને થઈ ઉપાધિ; વિચારણાથી ઊડી ખોટી શ્રદ્ધા, સમજાયું કે નથી “જમરો” કોઈ ! અજ્ઞાનથી મુક્તિ થઈ સાચા જ્ઞાને, સમજાયું સનાતન સત્ય; નથી કોઈ કર્તા કે ઉપરી, જગત ચાલી રહ્યું નિયમ આધીન ! ટીખળી સ્વભાવ ને ટીખળ કરવાની ટેવ, યુક્તિ અપનાવી કરી સળી; શોધી કાઢ્ય દંડ કોને? કોણ ગુનેગાર ? બચકાં શું કામ ભરો નિમિત્તને ? આંતરસૂઝે લાધ્યું જ્ઞાન, “ભોગવે એની ભૂલ” ને “બન્યું એ જ ન્યાય'; વિચારણાએ સમજાયું સાચું, હું નહીં પણ છે ‘વ્યવસ્થિત કર્તા ! અનેક પ્રસંગો જ્ઞાની બાળપણ કેરા, વાંચતા જ અહો ! અહો ! થાય; કેવા વિચક્ષણ-જાગૃત સ્વાનુભવમાં, કોટિ કોટિ વંદન સહેજે થઈ જાય !