Book Title: Gnani Purush Ppart 01
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ સમજાયું જ્યારે જોખમ બુદ્ધિના દુરુપયોગનું, થયું બંધ મશ્કરી કરવાનું; કરેલી ભૂલોના કર્યા પસ્તાવા, કર્યો નિશ્ચય ફરી ના હોજો કદી આવું ! વ્યવહારમાં વિનયી-નમ્ર-અહિંસક સ્વભાવ, જુએ હંમેશાં હિત બીજાનું; સામાને રાજી રાખી કરે વ્યવહાર, ના દુભાવે કદિ મન કોઈનું ! ના રાખે આગ્રહ કે પૂર્વગ્રહ, બોધકળાથી પ્રકૃતિ ઓળખી લે કામ; ના કરે ટકોર-ટકરામણ કે ઝંઝટ, શાંતિ-સુખ-આનંદને કાજ ! વિરોધી સાથે ના રાખે જુદાઈ, સમજે હિસાબ છે એ મારો; ભમરડો ફરે પરસત્તામાં, નિર્દોષ દૃષ્ટિએ જુએ દોષરહિત ! નાટકીય સગાઈ રાખી સર્વે સાથે, હિસાબ કર્યા ચૂકતે ઋણાનુબંધના; ના રાગ-દ્વેષ-ઝઘડા-આસક્તિ, જોઈ શુદ્ધ, કરે સમભાવે નિકાલ ! ઑ બ્લાઈજિંગ નેચર, જાતે છેતરાઈને પણ કરે પરોપકાર; ના જીવ્યા જીવન પોતાને માટે, ખચ્યું પલ-પલ પારકાંને કાજ ! ક્ષત્રિય સ્વભાવ ને નિડરતાનો ગુણ, ‘આત્મશ્રદ્ધા” મને ના થાય કંઈ; અનુભવ લઈ થયા નિઃસંદેહ, કલ્પનાની ભૂતાવળ ને ભડકાટથી ! રિસાવાથી ખોટ પોતાને જ, નક્કી કર્યું ના રિસાવું ફરી ક્યારેય; સરવૈયે સમજાયું ખોઈ આનંદ પોતાનો, વ્હોરે દુઃખ અણસમજણથી ! ના ગમે પરતંત્રતા કે ના ગમે ઉપરી, સંસાર લાગે સદા બંધનરૂપ; મોક્ષે જવા ના ખપે ભગવાન ઉપરી, “મા-બાપ” ઉપરી પણ ઉપકારી ! રિલેટિવમાં ઉપરી ચાલે, પણ ના જોઈએ ઉપરી કોઈ રિયલમાં; મોક્ષ થવો ને ભગવાન ઉપરી, લાગ્યું ભારે વિરોધાભાસ જગમાં ! શોધખોળ કરી શોધી કાઢયું, કહેવાય ભગવાન “માંહાલાને; ભગવાન છે પોતાનું સ્વરૂપ, નથી એ કર્તા કશાનો જગમાં ! પોતાની ભૂલો છે પોતાની ઉપરી, બીજું કોઈ નથી ઉપરી જગમાં; પોતે કોણ? જગ કર્તા કોણ ? ફેવું અજ્ઞાન, અનુભવ્યું વિજ્ઞાનમાં ! હંમેશાં ચાલ્યા લોકસંજ્ઞા વિરુદ્ધ, સત્ય હકીકતની શોધખોળમાં; નથી કરી નકલ કોઈની, શું આવે ભલીવાર નકલની અક્કલમાં ?

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 480