Book Title: Gnani Purush Ppart 01 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Aradhana Trust View full book textPage 6
________________ સમર્પણ અહો ! અહો ! આ અદ્ભુત નજરાણું વિશ્વને કુદરત તણું; “મૂળજી-ઝવેરના ખોરડે થયું અવતરણ આ મહામાનવનું ! બાળપણથી જ તેજસ્વી ને પ્રભાવશાળી વ્યક્તિત્વ દેદીપ્યમાન; ભોળા-ભદ્રિક ને નિર્દોષતા, દૃષ્ટિ પૉઝિટિવ-પવિત્ર ને વિશાળ ! “ના મમતા-લોભ-લાલચ, “અપરિગ્રહી,” ના ટેવ સંગ્રહ કરવાની; સરળતા-નિષ્કપટતા-વૈરાગ્ય, ના ભીખ કે કામના પૂજાવાની ! પ્રેમાળ-લાગણીશીલ ને સહિષ્ણુતા, સદા પરોપકારી સ્વભાવ; અનુકંપા સર્વે જીવો પ્રત્યે, કદી ના કરે તિરસ્કાર કે અભાવ ! ક્યારેય ના જુએ અવગુણ કોઈના, જોઈ ગુણ કરે એને ડેવલપ; કહે રાખો મન વિશાળ, એની ટાઈમ ડોન્ટ ડિસમિસ એનીબડી ! હતી ભાવના અસામાન્ય થવાની, ના કોઈ રસ સામાન્યમાં; ના લઘુતાગ્રંથિ કે ના અંજાય કોઈથી, રહે નિરંતર સ્વસુખમાં ! સ્વતંત્ર સિદ્ધાંતે ચાલે પોતે, પડે મહીં અણકલ્પી જબરજસ્ત સૂઝ; માંહ્યલાના દોરાવ્યા પોતે દોરાય, આવરણ તૂટ્ય રસ્તો દેખાય ! પરિણામ પકડનારું બ્રેઈન, દરેક કાર્ય પાછળ દેખાય પરિણામ; વિજ્ઞાની સ્વભાવ મૂળથી, જ્ઞાનની વાત લઈ જાય વિજ્ઞાનમાં ! માત-પિતાના સંસ્કાર સિંચન, ગુણ બીજ અંકુરિત થઈ પ્રાંગર્યા; ઐશ્વર્ય પ્રગટે એવા સંસ્કારોથી, સ્વાનુભૂતિએ થયું જીવન સાર્થક ! બોધકળાએ ઉત્પન્ન થઈ સૂઝ, તપોબળે પ્રગટ્ય મહીં જ્ઞાન; સોળે કળાએ ખીલ્યો સૂરજ, અંતરે ઝળહળ્યા આતમજ્ઞાન ! અનેક ગુણ સંપન્ન બાળપણ નિરાળું, અહીં આ ગ્રંથમાં સમાયું; વર્ણવાયું એમના સ્વમુખે, અહીં સંકલિત થઈ જગકલ્યાણે સમર્પાયુંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 480