Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
માન્ય કરીને ઘંટાકર્ણવીરની શાસનવીરની શાસનદેવવીર તરીકે માનીએ છીએ અને મહુડીના સંધે ઘંટાકર્ણની મૂર્તિ બનાવી અને અમોએ તેની પ્રતિષ્ઠા કરી છે.
જૈનશાસ્ત્રોમાં જૈનોના સોળ સંસ્કારના મંત્રો છે. તે મંત્રપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ભૂત કરેલ છે અને તેઓના નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે.
અનાદિકાળથી દરેક તીર્થકરના વખતમાં સાધુઓના આચારનાં અને તત્ત્વજ્ઞાનમય આગમ-શાસ્ત્રો અને ચૌદ પૂર્વના મંત્રાદિ ભાગના તથા ગૃહસ્થ ઘર્મના સંસ્કાર આદિ ધર્મપ્રરૂપનારાંનિગમશાસ્ત્રો પ્રવર્યા કરે છે, અને જૈનો તે બન્નેને પ્રમાણભૂત માને છે.
શ્રી ત્રઢષભદેવ પ્રભુના વખતમાં ભરત રાજાએ જે ચાર વેદો રચ્યા હતા, તેઓનો નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે અને મંત્રપ્રવાદ માંથી ઉદ્ભૂતમંત્રો તથા પૂર્વાચાર્યોએ દેવોને પ્રત્યક્ષ કરી જેમંત્રકલ્પો રચ્યા છે, તે સર્વમંત્રશાસ્ત્રોનો પણ અપેક્ષાએ નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે. તેનો મંત્રભાગ અધિકારીઓ આગળ ગુરુઓ પ્રકાશિત કરે છે અને ગુરુ પરંપરાગને ચાલ્યો આવે છે. હાલ તે પરંપરાગમમાં સમાવેશ પામે છે.
જૈનાચાર્યોમિથ્યાત્વીદેવોને પણ સમક્તિી બનાવે છે અને તેઓને જૈનશાસન ગચ્છના રક્ષક તરીકે નીમી શકે છે. શત્રુંજય માહાસ્યમાં શત્રુંજય પર સ્થાપિત કદર્પ યલ મિથ્યાત્વી થઈ ગયો હતો તેને વજસ્વામીએ ઉઠાડી મૂકી અને બીજા કદર્પ યક્ષને બોલાવી જૈનધર્મનો શ્રદ્ધાળુ સમકિતી બનાવી શત્રુંજય પર સ્થાપિત કર્યો છે.
શ્રી આનંદવિમલસૂરીએ શ્રી માણિભદ્રવીરની સ્થાપના કરી છે પાલણપુર પાસે મગરવાડામાં તથા વિજાપુર પાસે આગલોડ ગામમાં છે. માણિભદ્રવીરનું આગલોડમાં ગામ બહાર મોટું મંદિર છે. તેનું વિજાપુર - વૃત્તાંતમાં સવિસ્તાર વર્ણન છે.
પુર્વાચાર્યોએ તપ તપી, મંત્ર આરાધી, નવીન માણિભદ્રવીર વગેરેને પણ સમકિતી કરી જૈનશાસનદેવ તરીકે સ્થાપિત કર્યા છે. તેથી જૈનો પરંપરાગમને માન્ય રાખી નવીન શાસનરક્ષક્વીર વગેરેને આજ દિન સુધી માને છે અને પૂજે
નાગામોમાં મુખ્યતાએ તત્વજ્ઞાન અને મોક્ષારાધન તથા સાધુના આચાર વગેરેની મુખ્યતા છે અને મંત્રશાસ્ત્રોમાં મંત્રકલ્પની મુખ્યતાછે. આગમોમાં આજ કારણથી વાર વાર આદિ બીજમંત્રો વગેરેની વ્યાખ્યાઓ દેખાતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org