Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
વાયગા,એવો પાઠ છે. દેવોની અને દેવીઓની નિંદા, આશાતનાઅનેતેઓનું ખંડન કરવાથી પાપકર્મ બંધાય છે,
શ્રી શંખેશ્વર, ભોયણી, પાનસર, કેશરીઆઇ, મહુડી વગેરે ચમત્કારી તીર્થોમાં જે યાત્રાળુઓ જાય છે, તે સર્વે બાધા આખડી, પુત્ર, સ્ત્રી, લક્ષ્મીની લાલચના માર્યા જાય છે અને ફેરા ખાય છે, ઈત્યાદિ કથનારા તથા લેખકે, આર્યસમાજી જેવા તથા નાસ્તિક દોષદષ્ટિવાળા છે, તેઓ પોતાની દ્રષ્ટિ જેવા - બીજાને કલ્પી લેનાર જાણવા.
ઈષ્ટ સિદ્ધિઃ
જૈનો કે જે કુળ થકી જૈનો છે, તેઓ અન્ય દર્શનીઓના તીર્થો કરતાં જૈન તીર્થોની યાત્રાએ જાય છે, તેઓને નિર્મલ સમક્તિ થવાનાં ઘણાં કારણો મળે છે અનેતેજિનેશ્વરદેવની ભક્તિ, તેમજ સાધુ વગેરેની ભક્તિ કરીને ત્યાં નિર્જરા તથા અનંતગણું પુણ્ય ઉપાર્જન કરે છે, તેથી ઉગ્રપુણ્ય કર્મોદયે આ ભવમાં પણ તેઓ લક્ષ્મી, પુત્ર, સ્ત્રી વગેરે વંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે.
તેઓને વાંછિતકાર્યમાં તેને તીર્થકરના અધિષ્ઠાયક શાસનવો સહાય પણ કરી શકે છે. આવા ઘણા દાખલાઓ સાંભળેલા છે, તેથી તેમાં કશું આશ્ચર્ય નથી, તેમજ તેમાં જૂઠાણું નથી.
મંત્રારાધક જૈનાચાર્યો
હાલમાં વિદ્યમાન શ્રી વિજયનેમિસૂરિ, શ્રી વિજયસિદ્ધિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયકમલસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ
શ્રી કૃપાચંદ્રસૂરિ. વગેરે આચાર્યો, સૂરિમંત્રનો દરરોજ પ્રાતઃકાળમાં જાપ કરે
છે.
શ્રી મેઘવિજયજી વગેરે પન્યાસો, વર્ધમાનવિદ્યા ઋષિ-મંડલ મંત્ર વગેરે કે જે દેવાધિષ્ટિત વિદ્યામંત્રો છે, તેઓનો જાપ કરે છે. તેથી શાસનદેવો ગુપ્ત રીતે અને પ્રત્યક્ષ આવીને પણ સહાય કરે છે, એમ જૈન શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય
છે.
શ્રી મોહનલાલજી મહારાજ મને સુરતમાં કહેતા હતા કે, જિનકુશલસૂરિ કે જે ભુવનપતિમાં ગયા છે, તેમની મને સહાય છે અને કોઇવાર પ્રત્યક્ષ દર્શન આપે છે.
૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org