Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
પર તીર્થકરો આવ્યા હતા એવું જણાવ્યું નથી, તે સંબંધી શો ખુલાશો છે? હાલનો શત્રુંજય મહાભ્ય ગ્રન્થ છે તે પ્રાયઃ કલ્પિત છે, એમ કોઈએ પુરાતત્ત્વ માસિકમાં છપાવ્યું છે તેનું કેમ?
ઉત્તર - શ્રી હેમચંદ્રાચાર્ય સ્વરચિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રન્થમાં શ્રી ઋષભદેવ પ્રભુ શ્રી સિદ્ધાચલ પર્વત પર પધાર્યા તથા ત્યાં પુંડરીક ગણધર પધાર્યા તથા પુંડરગિરિનામની સ્થાપના થઈ વગેરેનું વર્ણન કર્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પણ શત્રુંજય ગિરિરાજ તીર્થ તરીકે મનાતો હતો, ભરતરાજાએ સિદ્ધાચલજીનો સંઘ કાઢયો હતો. મૂળ વિપાકસૂત્રમાં પણ ખાવ સાથે સિને ઈત્યાદિ પાઠ છે.
દિગંબરો પણ પ્રાચીન પુરાણોના આધારે સિદ્ધાચલને તીર્થ માને છે. જાવડશાહે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો હતો, એમ પ્રાચીન પુસ્તકોથી સિદ્ધ થાય છે.
શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વના સિદ્ધાચલ પર દેરાસરો હતાં. તેની કુમારપાલે અને શ્રી હેમચંદ્રાચાર્યે સ્તવના યાત્રા કરી છે. તેથી સિદ્ધાચલ પ્રાચીન તીર્થ છે એમ સિદ્ધ થાય છે, અને શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વ શત્રુંજયકલ્પ વગેરે પ્રાચીન ગ્રન્થો હતા, એમ સિદ્ધ થાય છે.
શાતા દશાંગ તથા અંતગડ દશાંગસૂત્રમાં નવસTM સિતા ઈત્યાદિથી સિદ્ધાચલતીર્થનાં પ્રમાણ છે. કેટલાક કહે છે કે શંત્રુજય માહાત્મગ્રંથ, આધુનિક ચૌદમા પંદરમા સૈકા પછીનો છે.
તેમાં કેટલાક પ્રાશ્ચાત્ય વિદ્વાનોનું અનુકરણકરતા કહે છે કે, પંદરમા સૈકાના એક પુસ્તકના સુચિપત્રમાં શત્રુંજયમાહાભ્ય ગ્રન્થની નોંધ નથી. અમો તે સંબંધી જણાવીએ છીએ કે તેમની એ નોંધમાં તો જૈનધર્મ ગ્રન્યો પૈકી ઘણા ગ્રંથો જોવામાં આવતા નથી તથા એક ભંડારની નોંધમાં જૈન ધર્મના સર્વ પુસ્તકો હોય છે, એવું નક્કી છે જ નહીં.
કલમ ખડિયા નામો કેટલીક વખત કેટલાક કોષકારો તે પોતાની પાસે હોવા છતાં ભૂલી જાય છે, તો તેવા ગ્રંથભંડારની સૂચિપત્ર કરતા પાસે વાંચવા પુસ્તક બહાર હોવાથી કદાપિ ગ્રન્થભંડારની યાદીમાં દાખલ ન કર્યું હોય એમ કેમ ન બને?
પંદરમી ચૌદમી સદીના સર્વ જૈન ગ્રન્થ ભંડારોની યાદીઓ જો મળી આવે અને સર્વ જૈનશાસ્ત્ર ભંડારમાંથી તેનું નામ પછી જો ન આવે ત્યારે તે પુસ્તક પાછળથી બન્યું એમ કહેવાય, તે વિના એક ગ્રન્થભંડારના અનુમાનથી શત્રુંજય
૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org