Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
ગાંધીજી, તિલક, દાસબાબુ વગેરે દેશનાયકોના દેશનાયકત્વ સામે અમારે વિરોધ નથી. પરંતુ જેઓ જૈન ધર્મ અને તીર્થકર વગેરે સંબંધી વિરુદ્ધ વિચારો જાહેર કરે, તેઓને તો ઉત્તર આપવો જોઈએ.
જ્ઞાતપુત્ર મહાવીરના અંગે ગાંધી ભકતે જે વિચારો છપાવ્યા હતા, તેમાં પ્રસંગે ગાંધીજી સંબંધી અમારા વિચારોને જૈનશાસ્ત્રાધારે જાહેર કર્યા, તેમાં ગાંધીજીના અંગત ચરિત્ર સંબંધમાં અમે ઉતર્યા નથી.
અન્ય ધર્મસર્વલોકોમાં હું ગાંધીજીને પ્રથમ નંબરના ઉત્તમ દેશભકત લૌકિક મહાત્મા તરીકે માનું છું. તે ખરા દેશભકત છે. પણ જૈનધર્મ દષ્ટિએ તે જૈન મહાત્મા નથી, એવો મારો અંગત વિચાર છે.
ગાંધીજી વગેરે દેશનાયકો સાથે ગૃહસ્થ જૈનો, રાજકીય ચળવળમાં ભાગ લે તેમાં અમારો વાંધો નથી પણ તેની સાથે અમારા તીર્થકરોની અને ગુરુઓની કક્ષામાં ગાંધીજીને મૂકીને જૈન સાધુ ગુરુઓ સામે પડનારા ગાંધી વગેરે દેશનાયકોના અર્ધદષ્ટિરાગી નાસ્તિક શકિત જૈનોને તેમની ચર્ચાનો જવાબ અને ભવિષ્યમાં તેઓ આ લેખનો ઉત્તર આપે તો તેની સામે જીવતાં સુધી જવાબ આપવા તૈયાર રહીશ.
જૈનોએ ધર્મપરિવર્તન મહાયુદ્ધના સંક્રાન્તિયુગમાં જૈનશાસ્ત્રોને ઉડાવનારાઓનો વિશ્વાસ ન કરવો અને તેઓના ઉત્સુત્ર વિચાર સામે વિરોધ જાહેર કરવો જોઈએ. જૈનોએ શારીરિક ધાર્મિક કેળવણીનું શિક્ષણ લેવું અને જૈનાચાર્યોના ઉપદેશાનુસાર વર્તવું. જૈનધર્મ માટે જૈનેતર ધર્મીઓ કે જે સામાન્ય અહિંસા દર્શાવતા હોય તેઓના ધર્મીભક્ત ન થવું.
હિંદુઓના જેવા કંઈક વિચારો સાથે મળતા બનીને આગાખાની મુસલમાનો, કરોડો રૂપિયા ખર્ચીને, હજારો ઉપદેશકો રાખીને હિંદુઓને આગાખાની મુસલમાનો બનાવે છે.
ખ્રીસ્તીઓએ પણ હિંદુઓને અને જૈનોને ખ્રીસ્તી કરવા અબજો રૂપૈયાખરચી હજારો ઉપાયો કરી લાખો મનુષ્યોને પ્રીસ્તી બનાવ્યા છે.
જૈનો! તમે જાગો! જૈનશાસનશત્રુઓથી બચી જાઓ! ધર્મ માટે અર્પાઇ જાઓ ! સાધુઓના નાશની સાથે ગૃહસ્થ જૈનસંઘનો પણ નાશ થશે, માટે ધર્મગુરુઓની સેવાભક્તિ કરીને શાસ્ત્રોના જ્ઞાતાઓ બની જૈનધર્મનો વિશ્વમાં પ્રચાર કરવો જોઈએ.
૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org