Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 40
________________ જૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિકૃત = = = = = 8 8 % ૪ = = = = = = = = = = ૪ ૬૪૪૬૪૦૪૮૧૨૮૬ સ્નાત્રપૂજા તથા મંગલપૂજા ખાત્રવિધિ પ્રથમ દૂધ, દહીં, ઘી, કેશર, ફૂલ, અને જલનું પંચામૃત કરી બે કળશ એક પાટલી ઉપર ચોખાના બેસ્વસ્તિક કરીને તે ઉપર મૂકવા, કળશને મોઢે નડાછડી બાંધવી. એકત્રણ બાજોઠનું સિંહાસન કરીને ઉપર પ્રભુની પધરામણીનું સિહાસન મૂકી તેમાં એક રકાબીમાં કેશરના બે સ્વસ્તિક કરી ત્રણ નવકાર ગણી એક ધાતુની પંચતીર્થ -પ્રતિમાજી તથા એકસિદ્ધચક્રજીની પ્રતિમાજી પધરાવવાં. પ્રતિમાજીનું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ રાખી પધરાવવાં. પ્રતિમાજી નીચે એક પૈસો મકવો. સિંહાસનના વચલા બાજઠ ઉપર ચોખાનો એક સ્વસ્તિક કરી એક ફળ મૂકવું. પ્રતિમાજી પધરાવવા સિંહાસનના એક છેડે નાડાછડી બાંધવી. એક રકાબીમાં થોડાં છૂટાં ફૂલ તથા કેશરવાળા ચોખા કરી રાખવા અને ચામર, દર્પણ, પંખો, ઘંટ, વગેરે સામાનસિંહાસન પાસે રાખવો. જયાં વસ્ત્ર ચડાવવામાં આવે, ત્યાં નાડાછડીનો કકડો મૂકવો. ફૂલની અછત હોય ત્યાં કેશરવાળા ચોખાનો ઉપયોગ કરવો. સ્નાત્ર ભણાવવાવાળો માણસ હાથમાં ફૂલ લઈને ઊભો રહે અને વિધિ ભણાવનાર માણસ વિધિ શરૂ કરેકુસુમાંજલિ બોલી ફૂલ ચઢાવવું. વિધિ ભણાવનાર માણસ વિધિ શરૂ કરે કુસુમાંજલી ચઢાવવાનું કહે. ત્યારે ભગવાનને કુસુમાંજલિ ચઢાવવી, સાત વખત કુસુમાંજલિ ચઢાવી રહ્યા પછી સ્નાત્રીઓ હાથ જોડીને ઊભો રહે અને વિધિ ભણાવનાર વિધિ બોલ્યું જાય. જયારે “પન્નરક્ષેત્રે અતિકાળમાં” એ દુહો પુરો થાય, ત્યારે જ્ઞાત્રિયો ત્રણ ખમાસમણ દઈચૈત્યવંદનની વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરે ને જયવીરાયનો પાઠ કરી હાથમાં કળશ લઈને ઊભો રહે નેવિધિ ભણાવનાર જયારે સૌધર્મેન્દ્રપંચ રૂપ કરી એ પદ પુરૂ બોલી રહે ત્યારે જળનો પ્રભને અભિષેક કરે પછી તે ઢાળ પુરો થયા પછી ભગવાનનેસિંહાસનમાંથી બહાર લઈ ચોખ્ખા પાણીથી હવણ કરાવી અંગ લુહાણાં ત્રણ કરી, ચંદન પૂજા કરે. પછી આરતિ મંગલ દીવો કરવો. ૩૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84