Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 83
________________ બુદ્ધિસાગર સરૂ જે આરતી ગાશે, ગુરૂ જે આરતી ગાશે, અજિતસાગર કહે એનાં, સહુ સંકટ જાણો, જયદેવ જય ગુરદેવ (૯) ગુરૂ મંગલ દીવો દીવો રે દીવો અતિ મંગલકારી; અનુભવ દીપક અતિ ઉપકારી દીવો) (૧) પહેલો રે દીવો ગુરૂજ્ઞાનનું જ્યોતિ, દર્શન કરી મન વૃત્તિઓ મહોતી; દીવો) (૨) બીજો રે દીવો શુભ આચાર પાલો, દીલની અવિઘા ઉપાધિને ટાલો. દીવો. (૩) ત્રીજો રે દીવો પ્રભુ ધ્યાન સમાધિ, - સાધના કરી હરીયે અંતર ઉપાધિ, દિવો) (૪) ચોથો રે દીવો શુદ્ધ ચરિત્ર જાણો, આત્મા પરમાત્માનું બારણું માનો. દીવો. (૫) અલખ નિરંજન આત્મનાં દર્શન, પાવન કરીએ અંતર તન મન. દીવો. (૬) સૂર્ય શશી દીવા પ્રભુજીના શોભે, દેખી દેખી સુરિ મુનિ મન લોભે દીવો૦ (૭) દેવ - મનુજ - મુનિ સિદ્ધિ ચોરાશી, પરહરે જ્ઞાન દીવાથી ઉદાસી દીવો. (૮) અખંડ અમર દીવો પ્રભુનો પ્યારો, ધ્યાન ધીરજથી ઉરમાં ધારો દીવો. (૯ અજિતસાગર ગુરૂ જ્ઞાનનો દીવો, પ્રગટ કરી જગમાં ઘણું જીવો. દીવો) (૧૦) ૭૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84