Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text ________________
ત્યાંથી ચવીને દક્ષિણ ભરતે,ક્ષત્રિય કુંડપુર માંહે, ત્રિશલારાણી કુખમાં આવ્યા, જ્ઞાતકુલે ઉત્સાહે, ત્રિશલા માતા સ્વપ્રો દેખી, આનંદ અતિશય પાવે, ભારતને ઉદ્ધારવા પ્રગટયા, પ્રભુજી શકિત પ્રભાવે, હાથી વૃષભને કેશરી સિંહ, લક્ષ્મી પુષ્પની માલા, ચંદ્રરવિધ્વજ કલશ મનોહર, સરોવર પૂર્ણ વિમાન, સાગર રત્નની રાશિ અગ્નિ-નિર્બુમ ચૌદ નિહાલે, ચૌદે સ્વપ્રો અર્થ સુણીને, આનંદજીવન ગાલે. સિદ્ધારથરાજાના હુકમે, જોષીઓ ત્યાં આવ્યા; પુર બાહર સુરમ્ય સભામાં, અર્થ વિચારે ફાવ્યા; જયોતિષિઓ ભેગા થઇને, બોલે સાચી વાણી; તીર્થંકર વા ચક્રવર્તી તુજ, પુત્ર થશે ગુણવખાણી રાજા રાણી અતિ હરખાયાં, જયોતિષી સંતોષ્યા; દાનાર્દિકથી ધર્મલોકો, યાચક સંતોષ્યા; ભારતમાં સહું ઘરઘર લોકો, જાણી આનંદ પાયા; ત્રિશલા માતા ગર્ભને પોષે, ધરે નિરોગી કાયા
ચૈત્રશુદિ તેરશના દિવસે, મધ્યરાત્રી થઇ જતાં; સર્વદિશાઓ ઉજ્વલશાન્તિ, આનંદવાલી સુહાતાં; નવમહિનાને સાડાસાત જ, દિવસ પુરા થાતાં; ત્રિશલામાતાએ પ્રભુ જનમ્યા, ત્રિલોકે થઇ શાતા
ભારતદેશે ઘરઘર મંગલ, ઘરઘર હર્ષ વધાઇ; સિદ્ધારથરાજા મન આનંદ, પ્રગટયો વિશ્વ ન માય
શુભ લગ્ને જનમ્યા પ્રભુ, ત્રણભુવન ઉદ્યોત; નારકી પણ આનન્દીઆ, જેની અનંત જયોત
Jain Educationa International
૪૦
For Personal and Private Use Only.
||૩||
||૪||
11411
|| ૬ ||
||૭||
||૮||
Hell
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84