SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંથી ચવીને દક્ષિણ ભરતે,ક્ષત્રિય કુંડપુર માંહે, ત્રિશલારાણી કુખમાં આવ્યા, જ્ઞાતકુલે ઉત્સાહે, ત્રિશલા માતા સ્વપ્રો દેખી, આનંદ અતિશય પાવે, ભારતને ઉદ્ધારવા પ્રગટયા, પ્રભુજી શકિત પ્રભાવે, હાથી વૃષભને કેશરી સિંહ, લક્ષ્મી પુષ્પની માલા, ચંદ્રરવિધ્વજ કલશ મનોહર, સરોવર પૂર્ણ વિમાન, સાગર રત્નની રાશિ અગ્નિ-નિર્બુમ ચૌદ નિહાલે, ચૌદે સ્વપ્રો અર્થ સુણીને, આનંદજીવન ગાલે. સિદ્ધારથરાજાના હુકમે, જોષીઓ ત્યાં આવ્યા; પુર બાહર સુરમ્ય સભામાં, અર્થ વિચારે ફાવ્યા; જયોતિષિઓ ભેગા થઇને, બોલે સાચી વાણી; તીર્થંકર વા ચક્રવર્તી તુજ, પુત્ર થશે ગુણવખાણી રાજા રાણી અતિ હરખાયાં, જયોતિષી સંતોષ્યા; દાનાર્દિકથી ધર્મલોકો, યાચક સંતોષ્યા; ભારતમાં સહું ઘરઘર લોકો, જાણી આનંદ પાયા; ત્રિશલા માતા ગર્ભને પોષે, ધરે નિરોગી કાયા ચૈત્રશુદિ તેરશના દિવસે, મધ્યરાત્રી થઇ જતાં; સર્વદિશાઓ ઉજ્વલશાન્તિ, આનંદવાલી સુહાતાં; નવમહિનાને સાડાસાત જ, દિવસ પુરા થાતાં; ત્રિશલામાતાએ પ્રભુ જનમ્યા, ત્રિલોકે થઇ શાતા ભારતદેશે ઘરઘર મંગલ, ઘરઘર હર્ષ વધાઇ; સિદ્ધારથરાજા મન આનંદ, પ્રગટયો વિશ્વ ન માય શુભ લગ્ને જનમ્યા પ્રભુ, ત્રણભુવન ઉદ્યોત; નારકી પણ આનન્દીઆ, જેની અનંત જયોત Jain Educationa International ૪૦ For Personal and Private Use Only. ||૩|| ||૪|| 11411 || ૬ || ||૭|| ||૮|| Hell www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy