________________
||૨||
JIII
છપ્પન-દિકકુમારી તીહાં આવે, પ્રભુ જન્મોત્સવ હેત; પ્રભુ માતાને પ્રણમે પ્રેમ,સૂતિકર્મ સંકેત; આઠદિકકમારી વાયુથી, કચરા કરતી દૂરે, આઠ કુમારી ગંધોદકથી, સુગંધિ જલને પૂરે. આઠ કુમારી કલશા ધારે, દર્પણ આઠે ધારે; આઠ કુમારી ચામર વિજે, ભાવ ભકિત અનુસારે; આઠ કુમારી પંખાકરતી, રક્ષા કરતી ચારે; ચાર દીપકને ધારે પ્રેમ, નિજ આતમનેતારે. કદલીનાં ઘર કરી મનોહર, બાલ પ્રભુને લાવે; પવિત્ર કર્મને કરવા માટે, જલ કુલશે હવરાવે; જલપુષ્પ આભરણે પૂજી, પ્રભુ શરીર શણગારે;
પ્રભુના કરમાં રાખડી બાંધી, (વધાવી નાડાછડી મૂકવી)
જય જય શબ્દોચ્ચારે. માતા પાસે પ્રભુને મુકી, નિજનિજ સ્થાનક જાવે; ઇન્દ્રાસન તે વખતે કંપે, મહાપૂન્ય સભાવે; અવધિ જ્ઞાને ઇન્દ્ર જાણ્યો,પ્રભુજન્મ સુખકારી; સુઘોષા આદિ ઘંટાઓ, વગડાવે જયકારી. પાલક નામ વિમાનમાં બેસી, ઇન્દ્ર બહુ પરિવારે, અન્ય વિમાનને વાહને બેસી, નિજ ઋદ્ધિ અનુસારે; અન્ય સુરોને દેવીઓ આવે, પ્રભુને દેખી વંદે; પ્રભુ અને પ્રભુ માત વધાવી, ઈન્દ્ર વંદે ગુણ છંદ (ફુલ તથા કેસરવાળા ચોખાથી વધાવવા) જય જય શબ્દો બોલે, ત્યારો બાલક જગતીર્થકર કો નહિ તેના તોલે, પ્રતિબિંબ માતાની પાસે, મુકી પ્રભુ કર લીધા, પંચરૂપ ઇન્દ્ર નિજ કિધા, ભાવેકારજ સિદ્ધયાં
||૪||
IJપા .
|૬||
૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org