Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text ________________
મધુ-૯
મધુ-10
મધુ-૧૧
મધુ-૧૨
મધુ-૧૩
રોગ શોક જેવા દુઃખડાં વિદારી, દારીન્દ્ર દીધાં ટાળી; તુજ કૃપા જેના પર હોએ, એ જન ભાગ્યશાળી. ભૂત પ્રેત વળી વ્યંતર દેવ, નામ થકી દૂર જાએ; ચમત્કારી તુજ મૂર્તિ દેખી, મન ભારે હરખાયે દુનિયા કેરાં દુઃખડાં દેખી, મન મારૂં ગભરાયે, તે દુઃખડાં દુર કરવા કારણ, લળી લળી લાગું પાયે અતુલ બળ આપનું દેખી, યાચના તો મેં કીધી; સ્વપ્રમાંથી સૂતો જગાડી, રક્ષામારી કીધી રાત દિવસ મેં રટન કરૂં હું, દર્શનનો છું રાગી, તોયે તુમ દર્શન નહિ પાયો, એવો છું હિણભાગી. દર્શન આપો દેવ મારા, અંતરમાં એમ યાચું; જબ તમારા દર્શન પાવું, સદાય સુખમાં રાચું. શાંત સુધારસ મુરતી દેખી, આનંદ દિલ ઉભરાયે; ભાવ થકી જબ સેવના કીધી, દુખડાં દુર પલાયે. જેવી આવડી તેવી તમારી સ્તુતિ મેં તો કીધી; તુમ દર્શન કરવા થકી, થાવ અમારી સિદ્ધિ એવા એ શ્રી વીરની સ્તુતિ, સૌ સાંભળજો નરનારી; અંતરની આશાઓ પૂરે, દુઃખડાં લે એ વિદારી. રંક ઉપર રહેમ રાખશો, શામળ સુત એમ ગાવે, ગામ ઘુમાસણ તણા એ વાસી, શિવલાલ સુખપાવે. માગશર વદી દશમીની રાત્રે, બાળક લાગે પાયે, સરસ્વતી દેવી તણી સહાયથી, ગુણ તમારા ગાયે.
મધુ-૧૪
મધુ-૧૫
મધુ-૧૬
મધુ-૧૭
મધુ-૧૮
મધુ-૧૯
૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84